ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા અવિરત વરસાદને લઈ ગ્રામ્ય પંથકની નદીઓ બે કાઠે થઈ છે. ત્યારે ઘોઘાના સારવદર ગામે રહેતી એક તરૂણી આજે સાંજના અરસા દરમિયાન તેના માતા સાથે ઘરે હતી દરમિયાન રમતા રમતા વાડી વિસ્તારમાંથી વહેતા પાણીના વોકળામાં પડી જતા પાણીના પ્રવાહ સાથે તણાઈ જતા અરેરાટી છવાઈ જવા પામી હતી. ઘટનાને લઈ ભાવનગર ફાયર ટીમ અને ઘોઘા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પરંતુ બાળકીની શોધખોળના અંતે રાત્રી સુધી અત્તો પત્તો લાગવા પામ્યો ન હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાને છેલ્લા ૨૪ કલાકથી મેધરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે સમગ્ર પંથકમાં ગાજવિજ સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાં વરસતા વરસાદને લઈ ઘોઘા પંથકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ગ્રામ્ય પંથકની નદીઓમાં ઘોડાપુર વહેતા જોવા મળ્યા હતા. અને બે કાંઠે વહેતી થઈ હતી. દરમિયાન આજે વરસાદી માહોલ વચ્ચે ઘોઘા તાલુકાના સારવદર ગામે દુર્ઘટના સર્જવા પામી હતી. સારવદર ગામે વાડી વિસ્તારમાં રહેતી અને સરકારી શાળામાં ધો. છમા અભ્યાસ કરતી બાળકી સોનલબેન અશોકભાઈ ચુડાસમા (ઉ.વ. ૧૨) સાંજના ચાર કલાકે પોતાના ઘરે માતા સાથે હતી તે વેળાએ રમતા રમતા વાડી વિસ્તારના વોકળા સુધી વરસાદમાં પહોંચી જતા વોકળામાં વહેતા ઘસમસતા પાણીના પ્રવાહ સાથે બાળકી સારવદર ગામે નરેશભાઈના ઘર પાછળથી પસાર થતા વોકળામાં ઉપરવાસના ભારે વરસાદને લઈ ઘસમસતો પાણીના પ્રવાહમાં તણાતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઉક્ત બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતા ઘોઘા પોલીસ સ્ટાફ અને ભાવનગર ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. દરમિયાન નદીના પાણીમાં બાળકીની શોઘખોળ હાથ ધરી હતી. પરંતું રાત્રી સુધી કોઈ અત્તો પતો લાગવા પામ્યો ન હતો. જ્યારે સવારથી ફરી શોધખોળ હાથ ધરવામાં આવશે તેમ ફાયર સ્ટેશનથી જાણવા મળ્યુ હતું. બાળકી પાણીના પ્રવાહમાં તણાતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech