ઘંટેશ્વવર પાર્ક પાસે સ્કોર્પિયો ચાલકે રાત્રીના અકસ્માત સર્જયો: યુવાનનું ઘટનાસ્થળે મોત

  • November 28, 2023 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ગઇકાલે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે જીવલેણ અકસ્માતની ઘટના બન્યાના 24 કલાકમાં જ વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે.શહેરના ઘંટેશ્ર્વર પાર્ક પાસે રાત્રીના સ્કોર્પીયોએ એકિટવાને ઠોકરે લેતા એકટિવામાં સવાર બે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે અન્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બંને નેપાળી ઘંટેશ્ર્વર પાર્ક હોટલમાં કામ કરતા હોય રાત્રીના મોબાઇલ લેવા માટે જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.


આ અંગે પોલીસે અકસ્માત સજીર્ નાસી ગયેલા સ્કોર્પીયો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વવર પાર્ક હોટલ પાસે રાત્રીના સાડા અગીયાર વાગ્યા આસપાસ કાળા કલરની સ્કોર્પીયો નં.જીજે 3 એલએલ 8245 ના ચાલકે પૂરપાટ ઝડપે પોતાની ગાડી ચલાવી એકિટવાને હડફેટે લેતા એકિટવામાં સવાર સુરજસીંહ લાલસિંહ દાસ(ઉ.વ 28) અને કમલ મનોજ થાપા(ઉ.વ 30) ને ઇજા પહોંચી હતી.બનાવની જાણ થતા 108 ની ટીમે અહીં પહોંચી બંનેને તપાસતા સુરજસિંહને મૃત જાહેર કર્યો હતો જયારે કમલ થાપાને સારવાર માટે હોસ્પિટલ ખસેડામાં આવ્યો હતો.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,સુરજસિંહ મૂળ નેપાળનો વતની છે અને તે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં રહી અહીં ઘંટેશ્ર્વર પાર્ક હોટલમાં કુક તરીકે નોકરી કરતો અને અહીં જ રહેતો હતો.તે ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો.જયારે તેની અકસ્માતમાં ઇજા પામનાર કમલ થાપા પણ મૂળ નેપાળનો વતની છે અને હાલ ઘંટેશ્વવર પાર્ક હોટલમાં નોકરી કરે છે.રાત્રીના બંને મિત્રો એકિટવા લઇ મોબાઇલ લેવા જતા હતાં દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.


અકસ્માતના આ બનાવ અંગે મૃતક યુવાનના બનેવી રમેશ પરીયાર (ઉ.વ 33 રહે. નાગેશ્વવર પટેલ ચોકની બાજુમાં સમ્યક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં અકસ્માત સર્જી સુરજસિંહનું મોત નીપજાવી સ્કોર્પીયો અહીં મુકી નાસી જનાર ચાલક સામે ફરિયાાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સ્કોર્પીયો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application