પોરબંદરના મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે સત્સંગસભા યોજાઈ હતી.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત કયારેય પોતાનાં નિયમ, નિશ્ર્ચય, અને પક્ષમાં બાંધછોડ કરતો નથી. શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન પુર્ણ દ્રઢતા, વિશ્ર્વાસ અને સમર્પણ ભાવથી કરી સંસારમાં રહી પોતાનાં કર્તવ્ય કરતો રહે એ જ સાચો સત્સંગી કહેવાય.આપણા સંપ્રદાયમાં કોઈ જ્ઞાતિ, જાતિ, વર્ણ કે વાડાને સ્થાન નથી માટે જ સંપ્રદાયમાં અનેક ઉચ્ચકોટીના મુક્ત હરિભક્તો, સ્ત્રી હરિભક્તો, અને તદ્દન અભણ, અને નિરક્ષર વ્યક્તિ પણ સંતપણાને પામી અમર થઈ ગયાં છે.એ પ્રકારના ડાં આશીર્વાદ સહ ઉદબોધન કરી દિવ્ય સત્સંગસભાને પુજનીય સંતો- મહંતોએ ઉપસ્થિત સત્સંગી ભાઈ-બહેનોને ટકોર કરી હતી
શ્રી સ્વામિનારાયણ ગુકુળ, વંથલીના બ્રહ્મનિષ્ઠ, સદગુ પ.પુ. શ્રી દેવપ્રસાદદાસજી,(વચનામૃતનું જીવન્ત હરતું ફરતું સ્વપ ),પ. પુ.ભંડારી શ્રી ભક્તવત્સલદાસજી, પ.પુ. શાસ્ત્રી શ્રી માધવ સ્વપદાસજી તથા પાર્ષદ શ્રી રવિભગત વગેરેએ પોરબંદરના પ્રાચીન શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં વિશાળ સભાખંડમાં પધાર્યા હતા.મંદિરની કિર્તન મંડળીના અશ્ર્વિનભાઇ મકવાણા, સતિષભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ મામતોરા, ચેતનસિંહ પરમાર, હરિભાઈ રાઠોડ વગેરે હરિભક્તોએ સંગીતમય ધુન, કિર્તન, સંકીર્તન અને પદોના ગાનથી ભારે જમાવટ કરી હતી.
મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ધીરેનભાઈ કામદાર, તથા હરિભાઈ રાઠોડ, ચેતનસિંહ પરમાર, રાજનભાઈ રાઠોડ વગેરેએ પુજનીય સંતોનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા હતા.વનરાજસિંહ જાડેજા, મહેશભાઈ રાઠોડ, તુષારભાઈ જોષી, વગેરે સત્સંગીઓએ જહેમત ઉઠાવી હતી. સત્સંગ સભાનું સંચાલન કનુભાઈ ધોળકિયાએ સંભાળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech