ભાવનગર અમદાવાદ શોર્ટ હાઇવે પર પદયાત્રા સંઘના ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી ખોડિયાર મંદિર જતા ટ્રેકટરને મીની ટેમ્પાએ પાછળથી ટલ્લો મારતા ટ્રેકટર પલટી મારી ગયું હતું. અને અકસ્માતમાં છ જેટલાં લોકોને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બયુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર અમદાવાદ શોર હાઇવે પર માઢીયા નજીક ટ્રેક્ટરને મીની ટેમ્પાએ પાછળ થી ટલ્લો મારતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. અમદાવાદથી ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ ખોડિયાર મંદિર ખાતે પદયાત્રા સંઘ આવી રહ્યો હતો. જે સંઘની સાથે રહેલું ટ્રેકટર માઢીયા નજીક પહોંચ્યું ત્યારે પાછળથી આવી રહેલા મીની ટેમ્પાના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટરને ટલ્લો માર્યો હતો. જે અકસ્માતમાં ટ્રેકટર પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટરમાં બેસેલા પદયાત્રા સંઘના બહેનોને ઇજા પહોંચી હતી. માઢીયા નજીક ટ્રેક્ટર પલટી મારી જવાના બનાવમાં છ જેટલાં લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવને લઇ હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. અને લોકોના ટોળાં એકઠા થયા હતા. લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતા બે ૧૦૮ અને ૧ હાઇવે એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી ટ્રાફિક દૂર કરાવી અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech