જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

  • September 23, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

   
ભાવનગર જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં જે જગ્યાઓએ ફેટલ ડેથ થયાં હોય તેવી તમામ જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવા,દ્વિચક્રી વાહનો થકી જેટલાં ડેથ થયાં હોય તેનો રિપોર્ટ તૈયાર કરવા તેમજ હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારના વાલી-વારસને શોધીને તેમને  નિયમોનુસાર મળવા પાત્ર સહાયની સમયસર ચૂકવણી કરવા, રસ્તા વચ્ચે રખડતાં પશુઓને પકડી પાડવાની ઝૂંબેશને વધુ વેગવાન બનાવવા, જરૂર જણાય ત્યાં જંગલ કટીંગની કરવા, સાઈનેજીસ લગાવવા, વોર્નીંગ બોર્ડ મુકવા જરૂરી સુચનો કર્યો હતાં. 
હેલ્મેટ પહેર્યાં વગરના વાહન ચાલકો સામે નિયમોનુસાર દંડની કાર્યવાહી કરવાની સાથે નવી પેઢીના યુવાનો રોડ સેફ્ટીના નિયમોને અનુસરે તેવું સુચારુ આયોજન ઘડી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં આર. ટી. ઓ. ઓફિસરએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.  બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી,નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર  સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application