ફાઉન્ડેશન વિનાનો લોકમેળો પ્રભારી મંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે

  • August 22, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના રેસકોર્ષના મેદાનમાં યોજાનારો ધરોહર લોકમેળો અતં સુધી ચર્ચાના ચકડોળે રહ્યો છે. મુખ્યમંત્રીએ ઉદઘાટનમાં આવવાની ના પાડતા હવે રાઈડસમાં ફાઉન્ડેશન વિનાના આ લોકમેળાનું ઉદઘાટન પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવાનું નકકી થયું છે. શનિવારના રોજ રાંધણ છઠ્ઠના દિવસે બપોર બાદ લોકમેળો ખુલ્લ ો મુકાશે. હવે મેળાને આરભં થવાને કલાકો માત્ર બાકી રહે છે ત્યાં સુધી એસઓપીના પાલન બાબતે કોઈ સ્પષ્ટ્રતા થઈ શકી નથી. જાય બીલાડી મોભે મોભની જેમ સંલ તત્રં એક બીજા પર ખો આપી  રહ્યા છે. રાઈડસ બાબતે કોઈ વચલો રસ્તો કાઢીને આખરે લીલીઝંડી અપાઈ જશે તેવું પણ હાલના તબકકે દેખાઈ રહ્યંું છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડને લઈને રાય સરકાર સાબદી બની હતી, સામુહીક કે કોઈ સ્થળોએ આવી દુર્ઘટના ન બને તે માટે સલામતીને ધ્યાને રાખીને નિયમોમાં ફેરફાર સાથે ખાસ એસઓપી તૈયાર કરાઈ હતી અને આ એસઓપી મુજબ જ જાહેર કાર્યક્રમોની મંજુરી મળશે તેવું સ્પષ્ટ્ર હતું. રાજકોટમાં યોજાનારા લોકમેળાને પણ આ એસઓપીે લાગુ પડે મેળાના આયોજનના આરંભીક તબકકે યજમાન એવા કલેકટર તત્રં દ્રારા એસઓપીમાં કોઈ બાંધછોડ નહીં થાય, નિયમ મુજબ જ કામ કરવાનું રહેશે તેવું વલણ દાખવાયું હતું પરંતુ હવે સમય જતાં આ કડક વલણ વલોવાઈ ગયું અને રાઈડસના ફાઉન્ડેશનના નિયમો જમીનમાં જ ધરબાઈ ગયા હોય તે મુજબ યજમાન કલેકટર તંત્રની આયોજન કમીટીની નજર સામે જ એકપણ ફાઉન્ડેશન ભર્યા વિના રાઈડસના માંચડા ઉભા થઈ ગયા.

શરૂઆતમાં ફાઉન્ડેશનના મામલે પ્લોટસ હરાજીમાં લેનાર પાર્ટીએ પણ સ્પષ્ટ્ર કહ્યું હતું કે, એસઓપીના પાલન સાથે રાઈડસ ફીટ થશે પરંતુ આ બધું વાસ્તવિકતામાં વાતો જ થઈ. રાઈડસના માંચડા ખડકાયા બાદ ચલક ચલાણું ઓલા ઘરે ભાણુંની માફક હવે યજમાન કલેકટર તત્રં યાંત્રીક રાઈડસ બાબતે યાંત્રીક કમીટી જે નિર્ણય લેશે તે ફાઈનલ હશે તેવું કથન કરાઈ રહ્યું છે. રાઈડસની ચકાસણીથી લઈ મંજુરી સુધીની મુખ્ય જવાબદારી માર્ગ મકાન વિભાગની બની રહે છે. આ વિભાગના યાંત્રીક ડીવીઝનના અધિકારીઓ તમામ પરીક્ષણ કર્યા બાદ રીપોર્ટ આપે અને મંજુરી આપે તો તે રીપોર્ટના આધારે કમીટી નિર્ણય લે અને રાઈડસ ચાલુ થઈ શકે છે. એસઓપી પાલન માટેની યાંત્રીક કમીટીમાં કલેકટર, પોલીસ ડીપાર્ટમેન્ટ અને માર્ગ મકાન વિભાગ સહિતના સંલો તંત્રના અધિકારીઓ સભ્ય છે. હવે આ સભ્યોના ગળામાં ગાળીયો આવ્યો છે.

ધરોહર મેળાનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરે તેવા રાજકોટ કલેકટર તંત્રના પ્રયાસો હતા. ગઈકાલે કલેકટર પ્રભવ જોષી દ્રારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રાજકોટના મેળાનું ઉદઘાટન કરવા માટે વિધિવત આમંત્રણ પણ અપાયું હતું. મુખ્યમંત્રી કાર્યાલય દ્રારા મુખ્યમંત્રી અન્ય વ્યસ્તતામાં હોવાથી આવી નહીં શકે તેવું જણાવાતા હવે રાજકોટનો લોકમેળો રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લ ો મુકવાનું ફાઈનલ થયું છે

તો ખાનગી મેળાઓ નિયમોની ઐસીતૈસી જ કરશે
રાજકોટના ધરોહર લોકમેળામાં હવે ઉદઘાટનને થોડા કલાકો જ બાકી રહે છે અને ફાઉન્ડેશન વિના રાઈડસ ઉભી પણ થઈ ગઈ છે એટલે ફાઉન્ડેશનને અવકાશ દેખાતો નથી. જો એસઓપીના ચુસ્ત પાલન માટે કમીટી અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્પષ્ટ્ર હશે તો રાઈડસને મંજુરી નહીં મળે અને નિયમ મુજબ ડીપોઝીટ પણ જ થઈ શકે છે. અત્યારે તો રાઈડસ સંચાલકો દ્રારા ઘરની ધોરાજી મુજબ સોઈલ રીપોર્ટ પોઝીટીવ એટલે કે, મેળાની જમીન ખડકાળ હોવાથી ફાઉન્ડેશનની જરૂર નથી તેવું આપમેળે નકકી કરી લીધું છે અને ફાઉન્ડેશન વિના રાઈડસ ઉભી કરી દીધી. એસઓપીમાં આવી કોઈ છૂટછાટ નથી કે, સોઈલ રીપોર્ટ પોઝીટીવ હોય તો ફાઉન્ડેશન ન ભરવા. જો તત્રં શાસક પક્ષના લાગતા વળગતાઓ અથવા તો મેળાને ધ્યાને લઈને કુણું પડીને આખરે ફાઉન્ડેશન મુદ્દે આખં મીંચી દેશે અને રાઈડસને આડકતરી છૂટ આપી દેશે તો ખાનગી મેળાઓને તો એક બહાનું મળી જશે. ખાનગી મેળાઓમાં પણ ફાઉન્ડેશન સહિતના નિયમોની ઐસીતૈસી થશે કારણ કે, જો તત્રં ખાનગી મેળાઓમાં નિયમ અપનાવવા જશે તો આ આયોજકો દ્રારા તુર્ત જ લોકમેળાને ઢાલ બનાવવામાં આવશે. માર્ગ મકાન વિભાગ અત્યાર સુધી તો સ્પષ્ટ્ર છે અને કોઈપણ ખાનગી મેળાને મંજુરી આપી નથી હવે આખરે શું કરે તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application