આત્મા (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) યોજના ભાવનગર દ્વારા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા એફ.આઇ.જી. ભાઇઓને પ્રાકૃતિક કૃષિ વિશે માહીતી મળી રહે તે માટે તળાજા તાલુકાના ઠળિયા ગામે કિસાન ગોષ્ઠી યોજવામા આવેલ જેમા તળાજા તાલુકાના ઠળિયા,કુંઢડા ગામના કુલ ૬૪ ભાઇઓએ ભાગ લીધો હતો.
કિસાન ગોષ્ઠીમા સૌ પ્રથમ બી.ટી.એમ ગોહીલ રાજુભાઇ દ્વારા શાબ્દીક સ્વાગત દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી. ત્યારબાદ વક્તા હસમુખભાઈ કે. પંડ્યા દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહીતી આપવામા આવી હતી. જેમા જીવામ્રુત, બિજામ્રુત, દસપર્ણી અર્ક વગેરે બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતિ આપી હતી તેમજ મોડેલ ફાર્મ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જીગ્નેશભાઇ જાની (વિસ્તરણ અધિકારી-તળાજા) દ્વારા પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો નુ માર્કેટીંગ અને વેચાણ વિશે માહિતિ અને માર્ગદર્શન આપ્યું હતું. ખેતી વાડીની યોજનાઓ અને સહાય બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બી.ટી.એમ ગોહીલ રાજુભાઇ દ્વારા આત્મા પ્રોજેક્ટ વિષે માહિતી અને ગાય નિભાવ ખર્ચ યોજના વિષે માહિતિ આપવામા આવી હતી. ખેડુતોના પ્રશ્નો અને તેના જવાબો વિષે ચર્ચા કરવામા આવી હતી. એ.ટી.એમ સોલંકી બ્રીજેશભાઇ દ્વારા આભાર વિધિ કરવામા આવી અને અંતમા સાથે ભોજન લઇ આ કાર્યક્રમ પુર્ણ કરવામા આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈબ્રાહિમ અલી ખાનની કંપની મને ગમે છે: પલક તિવારીએ જાહેરમાં સ્વીકાર્યું
November 15, 2024 12:03 PMપ્રિયંકા, દીપિકા-આલિયા પછી સૌંદર્યા શર્મા હોલિવૂડમાં ડેબ્યૂ કરશે
November 15, 2024 12:01 PMભુલ ભુલૈયા 3 અને સિંઘમ અગેનનો ચાર્મ પૂરો, હવે શાહરૂખ ડંકો વગાડશે
November 15, 2024 11:59 AMકંગુવા ગાજી તેવી વરસી નહી, બોબીને મળ્યા માત્ર 5 કરોડ, સૂર્યાને 39 કરોડ
November 15, 2024 11:57 AM'તેરે બિન'ની એક્ટ્રેસે પતિના બીજા નિકાહ માટે રાખી આ મોટી શરત
November 15, 2024 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech