ચૂંટણી પંચમાં ગુજરાત કેડરના એ.કે.જ્યોતિનું બોલાતું નામ

  • March 12, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ચૂંટણી કમિશનર તરીકે ગુજરાત કેડરના કોઈ એક અધિકારીની પસંદગી કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે આ પદ માટે કેટલાક નામોની વિચારણા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા પંચના બે કમિશનરો નિયુક્ત કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે હાલ કેન્દ્રીય ચૂંટણી પંચમાં માત્ર રાજીવકુમાર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બચાવે છે ૧૫મી માર્ચે પંચના નવા ચૂંટણી કમિશનરને નિમણૂક થશે ત્યારે સચિવાલયમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાત કેડરના એક અધિકારીને કમિશનર તરીકે લઈ જવાય તેની સંભાવના છે.
આ અગાઉ જાન્યુઆરી ૨૦૧૩માં રાજયના ચીફ સેક્રેટરી પદેથી નિવૃત્ત થયેલા ૧૯૭૫ ની બેચના અધિકારી અચલકુમાર જ્યોતિને ૨૦૧૫ માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ એક એવી જગ્યા છે કે જ્યાં ૬૨ વર્ષની ઉંમર સુધી અને વધુમાં વધુ છ વર્ષ સુધી ફરજ બજાવી શકે છે.૧૫મી માર્ચ સુધીમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક થઈ શકે છે. હવે ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયલના અચાનક રાજીનામાથી સર્જાયેલી ખાલી જગ્યાઓ ભરવા માટે ૧૫ માર્ચ સુધીમાં બે ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે. અનુપ ચંદ્ર પાંડે ૧૪ ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટી પહેલા બંને પદ માટે પાંચ-પાંચ નામોની બે અલગ-અલગ પેનલ તૈયાર કરશે. આ સમિતિમાં ગૃહ સચિવ અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ ના સચિવ સામેલ હશે.આ પેનલમા ગુજરાત કેડરના અધિકારી નો સમાવેશ કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application