દલિત સગીરાને બનવી દીધી ગર્ભવતી, ઉચ્ચ જાતિના યુવકે લગ્નની ના પાડી દેતાં આખા સમાજે ભોગવવી પડી કંઇક આવી સજા

  • September 14, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કર્ણાટકના યાદગીરમાં ઉચ્ચ જાતિઓએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. મંદિરો અને દુકાનોમાં પણ દલિતોને પ્રવેશ નથી મળી રહ્યો. વાળંદ વાળ કાપવા તૈયાર નથી. તેઓ કરિયાણાની દુકાનમાં રાશન મેળવવા માટે પણ તરસી રહ્યાં છે. આ ઘટના એવી છે કે, એક દલિત પરિવારે ઉચ્ચ જાતિના 23 વર્ષના યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.


પોલીસના જણાવ્યા અનુસાર 15 વર્ષની દલિત સગીરાનો એક યુવક સાથે સંબંધ હતો. પરિવારનો આરોપ છે કે યુવકે લગ્નના બહાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેણે ના પાડી દીધી. ઓગસ્ટની શરૂઆતમાં છોકરીના પરિવારને ખબર પડી કે તે 5 મહિનાની ગર્ભવતી છે. જેના પર યુવતીના પરિવારજનોએ યુવક પર લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું. જો કે, છોકરાના પરિવારે લગ્નની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.


આ પછી યુવતીના પરિવારે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ જ્ઞાતિના પરિવારે યુવતીના પરિવારને વાતચીત માટે બોલાવીને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે,  દલિત પરિવાર કેસ પાછો ખેંચવા તૈયાર ન થતાં ઉચ્ચ જાતિઓએ બહિષ્કારની જાહેરાત કરી હતી.


ગામમાં રહેતા લગભગ 250 દલિતો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કરિયાણા, સ્ટેશનરની દુકાનો, મંદિરો અને જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. યાદગીરનાં SPનું કહેવું છે કે શાંતિ જાળવવા માટે અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સ્થિતિ સામાન્ય છે. ગામના વડીલોને અમાનવીય વર્તન ન કરવા વિનંતી કરી છે અને પોલીસે જે કહ્યું તે ગામલોકોએ પણ સ્વીકાર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application