સોની બજારમાંથી સ્થાનિક વેપારીઓનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર થઈ જતા હોવાની ઘટનાઓ તો બનતી રહે છે પરંતુ હવે ખુદ બંગાળી વેપારીનું જ સોનુ બંગાળી કારીગર લઈને ફરાર થઈ ગયાની ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ૪૦ વર્ષથી રાજકોટમાં સોનાનું ઘાટકામ કરનાર બંગાળી વેપારીને ત્યાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરનાર બંગાળી કારીગર . ૨૦.૯૦ લાખની કિંમતનું સોનુ લઇ પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. જેથી આમ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ બંગાળી કારીગરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં સોની બજારમાં ગઢની રાંગ પાસે શ્રીમાળી હોસ્પિટલની પાછળ ભટ્ટ શેરીમાં ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટમાં ગોસિયા વેલર્સ નામની દુકાન ધરાવનાર અલીમભાઈ કાસીમભાઈ અબ્દુલ(ઉ.વ ૫૦) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ પશ્ચિમ બંગાળના હત્પગલી જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં રહેતા નિખિલસિંગ મધાયસિંગનું નામ આપ્યું છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સોની બજારમાં દુકાન ધરાવી છેલ્લા ૪૦ વર્ષથી સોનાનું ઘાટકામ કરે છે યારે નિખિલસિંગ અહીં છેલ્લા ૨૦ વર્ષથી વેપારીની દુકાન ઉપર આવેલી તેમની અન્ય દુકાનમાં સોનાનું ઘાટ કામ કરતો હતો.
ગત તારીખ ૬૯ ના સવારના દશેક વાગ્યે તેમને વેપારીનો કાનની બુટ્ટી બનાવવાનો ઓર્ડર આવ્યો હોય જેથી તેમણે પોતાના વિશ્વાસુ કારીગર નિખિલસિંગને અહીં બોલાવ્યો હતો અને તેને ૨૭૦ ગ્રામ ફાઈન સોનુ તેના પર ભરોસો રાખી આપ્યું હતું અને તેમાંથી ૧૮ કેરેટની ૯૦ જોડી બુટ્ટી બનાવી ત્રણ ચાર દિવસમાં આપવાનું કહ્યું હતું. જેથી નિખિલસીંગે કહ્યું હતું કે, ચાર દિવસમાં બુટ્ટી બનાવી આપીશ બાદમાં તે દુકાને કામ કરવા જતો રહ્યો હતો બપોરના ત્રણેક વાગ્યે દુકાને તાળું મારી ગયા બાદ સાંજના સાતેક વાગ્યા સુધી તેને દુકાન ખોલી ન હોય જેથી ફરિયાદીએ નિખિલસિંગને ફોન કરતા તેનો ફોન બધં આવતો હતો. ફરિયાદીની દુકાનની બાજુમાં આવેલ મકાનમાં નિખિલસીંગ ફેમિલી સાથે ભાડે રહેતો હોય ત્યાં જઈ તપાસ કરતા માલુમ પડું હતું કે નિખિલસિંઘ તેની પત્ની કોઈ હાજર ન હોય અને ઘર ખુલ્લું હતું.
નિખિલસિંગના ભત્રીજા જયદીપસિંગને ફોન કરતા તે પણ ફોન ઉપાડતો ન હોય આજદિન સુધી આ નીખીલસિંગનો પતો લાગ્યો ન હોય જેથી તે ફરિયાદીનો વિશ્વાસ કેળવી તેની પાસેથી ૧૮ કેરેટની ૯૦ જોડી બુટ્ટી બનાવવા માટે ૨૭ ગ્રામ ફાઈન કિંમત પિયા ૨,૯૦,૩૯૯ લઈ ગયા બાદ પરિવાર સાથે પલાયન થઈ ગયો હોય અંતે વેપારીએ આ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ બંગાળી કારીગરને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMવિરાટ કોહલી પછી અનુષ્કા શર્માએ પણ આર અશ્વિનની નિવૃત્તિ બાદ એક ખૂબ જ સુંદર નોટ અને વીડિયો શેર કર્યો
December 19, 2024 04:54 PM2025માં ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજાની બોલિવુડમાં એન્ટ્રી, આ ફિલ્મ સાથે મચાવશે ધૂમ!
December 19, 2024 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech