બાંગ્લાદેશી સાંસદની હત્યા કરી ચામડી ઉતારી માંસના નાના ટુકડા કર્યા હતા

  • May 24, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળ સીઆઈડી બાંગ્લાદેશના સાંસદ અનવાલ અઝીમ અનારની હત્યાના સંબંધમાં સતત કાર્યવાહી કરી રહી છે. સીઆઈડીએ બાંગ્લાદેશી સાંસદની હત્યામાં એક શકમંદની ધરપકડ કરી છે. આ એ જ કસાઈ છે જેને હત્યા બાદ લાશ કાપવા માટે મુંબઈથી અન્ય આરોપીઓએ બોલાવ્યા હતા. હત્યાના બે મહિના પહેલા જ તે મુંબઈથી કોલકાતા આવ્યો હતો. સીઆઈડીએ જણાવ્યું છે કે ધરપકડ કરાયેલ શંકાસ્પદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે, જે બાંગ્લાદેશનો રહેવાસી છે.

ધરપકડ કરાયેલ શંકાસ્પદની ઓળખ ૨૪ વર્ષીય જેહાદ હવાલદાર તરીકે થઈ છે, જે બાંગ્લાદેશના ખુલનાનો રહેવાસી છે. સાંસદ અનવાલ અઝીમની હત્યાના માસ્ટરમાઇન્ડનું નામ અખ્તઝમાન છે, જે બાંગ્લાદેશી મૂળનો અમેરિકન નાગરિક છે. અખ્તઝમાને પોતે બે મહિના પહેલા તેને મુંબઈથી કોલકાતા બોલાવ્યો હતો. કસાઈએ જણાવ્યું છે કે કેવી રીતે આરોપીઓએ પહેલા બાંગ્લાદેશી સાંસદની હત્યા કરી અને પછી તેના મૃતદેહના ટુકડા કરી કોલકાતામાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા.

આરોપી કસાઈએ જણાવ્યું છે કે અખ્તઝમાનના નિર્દેશ પર તેણે અને અન્ય ચાર બાંગ્લાદેશી નાગરિકોએ પહેલા સાંસદ અનવાલ અઝીમનું ગળું દબાવીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ સમગ્ર ગુનો કોલકાતાના એક લેટમાં આચરવામાં આવ્યો હતો. જેહાદ હવાલદારે જણાવ્યું છે કે હત્યા બાદ બાંગ્લાદેશી સાંસદના આખા શરીરની ચામડી ઉતારી દેવામાં આવી હતી અને તમામ માંસ બહાર કાઢવામાં આવ્યું હતું. અંતે, ઓળખ અટકાવવા માટે માંસને નાના ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું.
કસાઈએ જણાવ્યું કે મૃતદેહના નાના ટુકડાને પોલી પેકમાં ભરી દેવામાં આવ્યા હતા અને હાડકાંને પણ નાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા. આરોપીઓએ આ પોલી પેકબસમાં મુસાફરી કરતી વખતે કોલકાતાના જુદા જુદા ભાગોમાં ફેંકી દીધા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application