જૂનાગઢની અગ્રણી સંસ્થા વોકિંગ કલબ દ્રારા જૂનાગઢ પોલીસના સહયોગથી આવતીકાલે સે નો ટુ ડ્રગ્સના ઉમદા હેતુને વ્યાપક ટેકો મળે તેવા હેતુથી જૂનાગઢ થી માધવપુર વાયા ગડુ, ચોરવાડની ૧૨૫ કિલોમીટરની સાયકલોથોનનુ આયોજન કરવામાં આવેલ છે.આવતીકાલે જૂનાગઢ થી માધવપુર સુધીની સાયકલોથોનમા જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ, જામનગર, બરોડા, ધોરાજી સહિતના વિવિધ શહેરોમાંથી કુલ ૩૩૦ જેટલા સાયકલીસ્ટ ભાગ લેશે.
આ સાયકલોથોનમા જૂનાગઢની અગ્રણી કે જે મલ્ટીસ્પેશ્યિલ અને કેન્સર હોસ્પિટલ, ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ, સ્પર્શ હોસ્પિટલ, સાકાર હોસ્પિટલ, આનદં હોસ્પિટલ–અમદાવાદ, સેન્ટ્રલ ઓર્થેા કેર, સ્મિત બ્રોકર્સ અને વેલ્યૂ સોલ્યૂશનનો સહયોગથી સાયકલોથનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૭ નામંગળવારના સાયકલોથનની તૈયારી પે જિલ્લ ા પોલીસવડા હર્ષદ મહેતાની હાજરીમાં ઉપરકોટ કિલ્લ ા ખાતે પ્રિ સાયકલોથોનનું આયોજન પણ કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢના આશરે ૭૦ જેટલા સાયકલીસ્ટ હાજર રહયા હતા. આ સાયકલોથોનને સફળ બનાવવા જૂનાગઢના ડો. કે પી ગઢવી, ડો.રક્ષીત પીપલીયા,ઘો. સુનિલ લુણાગરિયા, ડો.હેમેન્દ્ર સોલંકી, ડો કુંજન દેત્રોજા, સ્મિત ઇન્ટરનેશનલના કલ્પેશ હિંડોચા,દિનેશ કપૂપરા, સફી દલાલ(સુપર બુક સ્ટોર) તેમજ વોકિંગ કલબના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે
૧૦ કિમીની ફન રાઈડનું આયોજન
જૂનાગઢ પોલીસની ડ્રગ્સની મુહિમને ટેકો આપવા માટેના આ ઉમદા પ્રયાસમા શહેરીજનો પણ જોડાઈ આ અભિયાનને વધુને વધુ સમર્થન મળે તે માટે સાયકલો થોન સાથે સાથે રેલવે સ્ટેશનથી મધુરમ ગેટ સુધીની ૧૦ કિલોમીટરની ફન રાઈડનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જોડાવા માગતા લોકો રવિવારે સવારે ૫ કલાકે રેલવે સ્ટેશન પાસે કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વગર સાઇકલિસ્ટો સાથે જોડાઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech