હિન્દુ સેનાએ કમિશ્નરનું ઘ્યાન દોર્યું
જામનગર મહાનગર પાલિકા દ્વારા ગૌવંશ પકડવાની કામગીરી યથાવત ચાલી આવી છે પરંતુ તેમની સામે દેખરેખ અને ડોક્ટરી સારવાર તેમજ મરણનું પ્રમાણ શંકાના દાયરામાં આવી ગયું છે. જામપામાં ગૌવંશ પકડી ડબ્બામાં રાખવી અને તેને નિભાવવાનું મુશ્કેલ જ છે પરંતુ આ કામગીરીને સતત વૈગવંતી રાખવા અને કામ દેખાડવા ગૌવંશનો ભોગ લેવાય છે તેનું જવાબદાર કોણ ? તેવા અનેક પ્રશ્નો હિન્દુ સમાજમાં ઉઠવા પામ્યા છે.
હિન્દુ સેનાએ જામપામાં આર.ટી.આઈ. કરી જેની તપાસ કરતાં અનેક ખુલાસા જાણવા મળેલ છે જે તા.01-01-2023 થી તા.31-12-2023 ની વિગતો માંગેલી હતી તેમાં 1 જાન્યુઆરી-2023 થી તા.31 ડિસેમ્બર 202 સુધીમાં કુલ 4856 ગૌવંશ પકડયા છે જેમાં કુલ 2672 ગૌવંશને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા તેમજ 2023 ના એક વર્ષમાં કુલ 1190 ગૌવંશ વધ્યા હતા અને 1 વર્ષમાં ઘાસચારા તથા ડોકટરી સારવાર પેટે કુલ ા.3.28 કરોડ ખર્ચ કરેલ છે જેમાં જામપાના કર્મચારી તથા વાહનોનો ખર્ચ પણ સામેલ થયેલ છે, પરંતુ તા.01-01-2023 થી તા.31-12-2023 સુધીમાં કુલ કેટલા ગૌવંશ ડબ્બામાં મરણ પામ્યા તેની માહિતી જામપા પાસે નથી. એટલે કે 994 ગૌવંશના મૃત્યુ થયા છે કે લાપતા છે તેની માહિતી જામપા પાસે નથી. એટલે 20% ગૌવંશની નોંધ જ થયેલ નથી તો આ બેદરકારી છે કે પછી જાણી જોઈને આકડાકીય માહિતી અપુરતી આપી છે?
જો જામપા દ્વારા ગૌવંશને પકડવાની કામગીરીમાં હિસાબ ન મળતા હોય તો પછી ગૌવંશ સાચવવામાં કઈ કઈ બેદરકારી હશે અને તેમાં કોણ આંખમીચામણા કરી રહ્યું છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જામનગર હિન્દુ સેના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. કમિશ્નરને અપીલ કરી છે કે હજુ પણ વહિવટમાં સુધારો થાય અને જર પડે તો હિન્દુ સેના મદદ પણ આપવા તૈયાર હોય તો સમાજમાં વારંવાર ઉપરસ્થિત થતા આવા પ્રશ્નોનું કાયમી યોગ્ય નિરાકરણ લાવે તેવી હિન્દુ સેનાના ગુજરાત અઘ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech