ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ની પરિક્ષા રવિવારે તમામ જિલ્લા મથકના કેન્દ્રોમાં લેવાયા પછી બોર્ડની પરીક્ષાનું સમગ્ર કામ આ સાથે પૂં થયું છે અને હવે ઝડપભેર રીઝલ્ટ મળે તે દિશામાં કામગીરી ચાલુ છે.
બોડની આ પરીક્ષામાં કુલ ૧.૨૯ લાખ વિધાર્થીઓ નોંધાયા હતા પરંતુ ગઈકાલે જુદા જુદા ત્રણ સત્રમાં લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૯,૮૯૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં ૩,૬૮૪ જીવ વિજ્ઞાનના પેપરમાં ૪,૫૫ અને ગણિતના પેપરમાં ૧૬૫૫ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. રાજકોટ ના અલગ અલગ ૪૭ કેન્દ્રમાં આ પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં ભૌતિક અને રસાયણ વિજ્ઞાન ની પરીક્ષામાં ૧૫૬ જીવ વિજ્ઞાનની પરીક્ષામાં ૧૧૩ અને ગણિતના પેપરમાં ૪૬ પરીક્ષા તેઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન સમગ્ર રાયમાં કયાંય એક પણ કોપી કેસ થયો નથી.
વિધાર્થીઓના જણાવ્યા મુજબ ચારે ચાર પેપર પ્રમાણમાં સરળ રહ્યા હતા અને તેના કારણે ટેન્સન રહ્યું ન હતું. હવે બોર્ડ દ્રારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી ચાલી રહી છે તેમાં ઝડપ આવશે. કારણ કે અત્યાર સુધી ઘણા શિક્ષકો ગુજકેટની પરીક્ષાના કામમાં રોકાયેલા હતા પરંતુ તે હવે મુકત થયા છે અને આજથી તેમને પેપર ચકાસણીની કામગીરીમાં હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ગુજકેટની પરીક્ષાઓ ૨૦૧૭ થી લેવામાં આવી રહી છે. જે તે વખતે મેડિકલ અને એન્જિનિયરિંગ માં પ્રવેશ માટે પણ ગુજકેટની પરીક્ષા નું મહત્વ હતું પરંતુ હવે મેડિકલ ની પરીક્ષા ઓલ ઇન્ડિયા લેવલે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્રારા લેવાય છે. ગુજકેટની પરીક્ષા હવે માત્ર ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં સીમિત રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, સુરક્ષામાં વધારો
March 26, 2025 08:01 PMજામનગર: ધ્રોલના વાંકિયા ગામે 1.68 લાખનું જીરું તસ્કરો ચોરી ગયા
March 26, 2025 06:33 PMજામનગર : આરોગ્ય કર્મીઓની હડતાલ યથાવત
March 26, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech