ઉપલેટામાં એવીએસસી અને એવીપીડી દ્વારા ૯૮ ટકા મતદાન

  • May 01, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષી વધુના મતદાતા તેમજ દિવ્યાંગ-વિકલાંગ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ સહેલાઈી કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તેમના નિવાસ સને જઈ તેમનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરાવી લોકશાહી આવા મતદાતાઓ મતદાની વંચિત ન રહે તે માટે આવી સવલતો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે. ઉપલેટા શહેર-તાલુકામાં ચૂંટણી અધિકારી દ્વારા મતદાન બુ સુધી મતદાન માટે ન આવી શકતા એવીએસસી અને એવીપીડી જેવા મતદાતાઓ માટે ૨૩૫ અરજીઓ ચૂંટણી અધિકારી મહેશ ધનવાણી સમક્ષ આવી તેમાં ૨૨૬ જેટલી મતદાન ખાતે માન્ય રાખવામાં આવી હતી. જેમાં મતદાનની નિયત તારીખ સુધીમાં બે વ્યક્તિના મોત યા હતા. ચૂંટણી અધિકારી અને મામલતદાર મહેશ ધનવાણી દ્વારા દિવ્યાંગો-વિકલાંગ અને ૮૫ વર્ષી વધુના મતદારો માટે બે દિવસ માટે મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણી અધિકારી મહેશ ધનવાણીની આગેવાનીમાં ૨૨૬ મતદારોના ઘરે જઈ મતદાનનો અધિકાર આપતા ૨૧૭ જેટલા મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકશાહી પર્વમાં ભાગ લઈ ધન્યતા અનુભવ્યા હતા. 

કુલ ૨૨૬ મતદારોમાંથી  ૬ મતદારો પોતાના ઘરે હાજર ન હોવાી ગેરહાજર રહ્યા હતા. બે મતદારોના મોત યા હતા. જ્યારે એક મતદારે પોતાને મતદાન ની કરવું તેવું જણાવ્યું હતું. આ તમામ મતદાનની ગણતરી ચૂંટણીના પરિણામોના દિવસે કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application