જૂનાગઢમાં ટ્રાફિકથી ધમધમતા માંગનાથ રોડ પર પાણીની પાઇપલાઇન નાખવા રસ્તાઓ તોડવામાં આવ્યા હતા. ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્રારા એકાએક વેપારીઓના ઓટલા તોડવાની કામગીરી શ કરતા દોડધામ થઈ હતી. રસ્તાઓ તોડવાથી વેપારીઓ પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયા હતા .ત્યાં દુકાન બહાર નિયમ નેવે મૂકી ઓટલાઓ બનાવવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી મામલે વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. કલોથ એન્ડ રેડીમેઈટ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના અને હિતેશભાઈ સંઘવીના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્રારા રસ્તા તોડવાની કામગીરી અંગે પ્રથમથી જ અવગત કરવામાં આવ્યા હતા. અને દોઢ સાહમાં રસ્તો સમથળ કરવાની પણ કામગીરી કરવા જણાવતા વેપારીઓએ રસ્તો તોડવાની અનુમતિ આપી હતી.ગઈકાલે ઓટલા તોડવાની કામગીરી બાદ કસ્તરને પણ તાત્કાલિક દૂર કરવા વેપારીઓએ માંગ કરી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ તત્રં દ્રારા કસ્તર સમયસર દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ વ્યકત કરવામાં આવશે અને રાત્રિના સમયે જ કામ કરવામાં આવે તો દિવસ દરમિયાન ગ્રાહકોને આવવા જવામાં પણ અડચણ થાય નહીં. જેથી મહાનગરપાલિકા દ્રારા વેપારીઓની માગણી સંતોષી હતી અને ગઈકાલે એક જ દિવસમાં ગેરકાયદેસર રસ્તા પર રહેલા ૯૮ ઓટલાઓને તોડી પાડા હતા.
અત્રે એ પણ ઉલ્લ ેખનીય છે કે માંગનાથ રોડ પર આડેધડ પાકિગથી રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ત્યારે ઓટલા તોડવાથી રસ્તા ખુલ્લ ા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માંગનાર રોડ પર મોટાભાગના બિલ્ડીંગોમાં અંડર ગ્રાઉન્ડ દુકાનો ખડકવામાં આવી છે.
તહેવારો સમયે જ તોડફોડ શરૂ થતાં વેપારીઓમાં નારાજગી
આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીની સિઝન શ થતી હોય તત્રં દ્રારા રસ્તા સમયસર રીપેરીંગ કરવામાં નહીં આવે તો વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે જેથી સીઝન સમયે જ રસ્તાઓમાં ભાંગફોડથી વેપારીઓમાં નારાજગી છવાઈ છે. અને સમયસર રસ્તો રિપેર નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ વ્યકત કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech