શહેરમાં મન ફાવે ત્યાં મુકેલા 929 સાઇન બોર્ડ અને બેનર્સ જપ્ત: ા.6.80 લાખનો દંડ વસુલ્યો

  • March 24, 2023 10:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા ની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મનફાવે ત્યાં મુકાયેલા સાઇન બોર્ડ અને બેનર્સ જપ્ત કરવા તાજેતરમાં વધુ એક મેગા ડ્રાઇવ હાથ ધરીને કુલ 929 સાઇન બોર્ડ અને બેનર જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ કારણોસર કુલ ા.6.80 લાખનો હાજર દંડ વસુલ્યો હતો. 929 બોર્ડ-બેનર તે પારેવડી રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ રિંગ રોડ,સ્વામી વિવેકાનંદ રોડ,આશ્રમ રોડ,જી.એસ.ટી.ઓફિસ રોડ, ટાગોર રોડ, જામનગર રોડ, સંતકબીર રોડ, પેડક રોડ ,કુવાડવા રોડ,પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

દબાણ હટાવ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે રસ્તા ઉપર નડતર રૂપ 35 રેકડી-કેબીન તે છોટુનગર, વાણીયાવાડી-4 શેરી નં.5 ને ખુણે, ગાયત્રીનગર મેઈન રોડ, ભિમનગર મેઈન રોડ, યુનિ.રોડ,પંચાયત ચોક રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 229 જેટલી પરચુરણ ચીજ વસ્તુઓ જે જ્યુબેલી માર્કેટ, ગુમાનસિંહ માર્કેટ, કોર્ટ ચોક, જંકશન રોડ, મધુરમ હોસ્પિટલ, એરપોર્ટે રોડ, જામનગર રોડ, મવડી મેઈન રોડ, પરાબજાર, રૈયાનાકા ટાવર, ગરુડ ગરબી ચોક, પોસ્ટ ઓફિસ રોડ, કેશરી પુલ, જુની સોની બજાર, કોઠારીયા સોલવન્ટ, સેટેલાઈટ મેઈન રોડ, 50ફુટ રિંગ રોડ ડી માર્ટ,મારૂતીનગર મેઈન રોડ,યુનિ.રોડ, જીવરાજ પાર્ક, પાર્ક,નાના મૌવા,રૈયા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જ્યારે 765 કીલો શાકભાજી-ફળો તે જ્યુબેલી, જંકશન, મોચીનગર, હોસ્પીટલ ચોક, ધરાર માર્કેટ, પારેવડી કોઠારીયા સોલવન્ટ, સોમવારી, અંધજન આશ્રમ રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. મંજૂરી વિના મંડપ નાખનાર પાસેથી રૂ.3,61,315નો મંડપ કમાન છાજલી ચાર્જ તે જ્યુબેલી, રેસકોર્ષ, મોટી ટાકી ચોક, રામનગર, ગોંડલ રોડ, પારડી રોડ રામનાથ પરા, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, રામાપીર ચોકડી પાસેથી વસુલ કરવામાં આવ્યો હતા, તેમજ રૂ.3,29,250નો વહીવટી ચાર્જ તે ગોંડલ રોડ,હરિધવા રોડ, કોઠારીયા રોડ, ફુલછાબ ચોક, કેશરી પુલ,દસ્તુર માર્ગ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, કોઠારીયા રોડ, ગોંડલ રોડ થી ગોંડલ ચોકડી, કનક રોડ, ગોકુલધામ મેઈન રોડ, જામટાવર સોરઠીયાવાડી સર્કલ,હોસ્પિટલ રોડ, ઢેબર રોડ,ગિતા મંદીર રોડ,સદર બજાર મેઈન રોડ,જુની પ્રાંત ઓફિસ, મોરબી રોડ,ચુનારાવાડ ચોક, પેડક રોડ,ડી માર્ટ.પુષ્કરધામ રોડ,મવડી મેઈન રોડ,પટેલ ક્ધયા છાત્રાલય રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application