જૂનાગઢમાં ટ્રાન્સપોર્ટમાં દવાના બહાને મગાવેલો ૯૧૦ બોટલ દારૂ ઝડપાયો

  • May 16, 2024 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ટ્રાન્સપોર્ટમાંથી દવાના ખોખામાં વિદેશી દારૂ ભરીને જતી રીક્ષાને સરગવાળા બસ સ્ટેન્ડ નજીક પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે રોકતા રિક્ષામાંથી ૧.૭૭ લાખની કિંમતનો ૯૧૦ બોટલ વિદેશી દારૂ પોલીસે ઝડપી દારૂ મગાવનાર અને મોકલનાર ચાર સામે ફરિયાદ નોંધી ઝડપી લેવા કાર્યવાહી હા ધરી હતી. 

આ અંગે તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલુકા પોલીસની ટીમ દ્વારા સરગવાળા બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલિંગ દરમિયાન રિક્ષા નંબર જી જે૧૦ યુ ૭૧૦૯ને રોકી ચાલકને મુદ્દામાલ અંગે પૂછપરછ કરતા રિક્ષામાં દવાના ખોખા હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોનો મુદ્દામાલ હોવાનું પૂછપરછ કરતા યુનુસ ઉર્ફે કારાભાઈ ઠેબા ગામેતીએ ભાડેી રીક્ષા કરી હોવાનું જણાવી રિક્ષામાં રહેલ બોક્સ પહોંચાડવા જતો હોવાનું જણાવ્યું હતું જેી પોલીસને શંકા જતા સમગ્ર મામલે તપાસ કરતા ખોખામાંી વિદેશી દારૂનો જથ્ો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે યુનુસ ગામેતીને ફોન પર પૂછતા દારૂ પ્રતાપ ઉર્ફે પોપટ હાજાભાઇ ઓડેદરા, તા દેવાભાઈ જેસાભાઇ પરમાર એ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે રિક્ષામાંથી ૧.૭૭ લાખની કિંમતનો ૯૧૦ બોટલ વિદેશી દારૂ ઝડપી દારૂ મંગાવનાર યુનુસ ઉર્ફે કારાભાઈ ઠેબા, તા દારૂ મોકલનાર પ્રતાપ ઉર્ફે પોપટ ઓડેદરા, અને દેવા જેસા પરમાર સામે ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application