મહારાષ્ટ્ર્રમાં ફરી કોરોના પ્રસર્યેા નવા વેરિઅન્ટના ૯૧ કેસ મળ્ય

  • May 13, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્ર્રમાં નવા કોવીડ–૧૯ ઓમિક્રોન સબ વેરિઅન્ટ કેપી.૨ ના ૯૧ કેસ સામે આવ્યાની પુષ્ટ્રિ થઈ છે.મહારાષ્ટ્ર્રમાં કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ડરાવવાનું શ કયુ છે. તેનું કારણ કોવિડ–૧૯નું નવું સબ–વેરિયન્ટ કેપી.૨ (લર્ટ) છે. કોરોનાનું આ નવું સબ–વેરિઅન્ટ જેએન–૧નું છે. ઘણા દેશોમાં તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. પુણે સહિત મહારાષ્ટ્ર્રના ઘણા ભાગોમાં કેપી.૨ ના ઘણા કેસ મળી આવ્યા છે. મુંબઈમાં પણ કોવિડના દર્દીઓ વધી રહ્યા છે.જો કે આરોગ્ય તંત્રે ઉમેયુ છે કે ચિંતાનું કોઈ કારણ નથી.
મહારાષ્ટ્ર્રમાં નવા કોવીડ–૧૯ ઓમિક્રોન સબ–વેરિઅન્ટ કેપી.૨ ના ૯૧ કેસની પુષ્ટ્રિ થઈ છે. પુણેમાં ૫૧ અને થાણેમાં ૨૦ કેસ મળી આવ્યા છે. આ વેરિઅન્ટ પહેલીવાર જાન્યુઆરીમાં જોવા મળ્યું હતું. હાલમાં કેપી ૨ અમેરિકામાં સૌથી વધુ ફેલાયો છે. આ કારણે કોરોનાનો ભયંકર ફટકો સહન કરી રહેલા મહારાષ્ટ્ર્રમાં તણાવ વધી ગયો છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, તેથી ગભરાવાની જર નથી તેમ આરોગ્ય સુત્રોએ જણાવ્યું છે.

મહારાષ્ટ્ર્રમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેપી.૨ થી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. માર્ચ અને એપ્રિલ સુધીમાં, આ પેટા વેરિઅન્ટ મુખ્યત્વે લોકોને સંક્રમિત કરવાનું શ કયુ. માર્ચમાં રાયમાં કોરોનાના કેસોમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવામાં કે ગંભીર કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી. પુણે અને થાણે ઉપરાંત, અમરાવતી અને ઔરંગાબાદમાં કેપી.૨ ના સાત કેસની ઓળખ કરવામાં આવી છે.સોલાપુરમાં બે કેસ યારે અહેમદનગર, નાસિક, લાતુર અને સાંગલીમાં એક–એક કેસ મળી આવ્યા છે. જોકે, મુંબઈમાં સબ–વેરિઅન્ટ .૨નો કોઈ દર્દી નથી. પરંતુ શુક્રવારે મુંબઈમાં કોવિડના ૪ નવા કેસ મળી આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News