ગિરનાર પર્વત પર આજે ૯.૮ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગઈકાલના આઠ ડિગ્રી લઘુતમ તાપમાન મની સરખામણીએ આજનું આ ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન બે ડિગ્રી જેટલું વધારે છે. પરંતુ આમ છતાં ઠંડા પવનને કારણે ઠંડીની તીવ્રતા વધી ગઈ છે.
રાજકોટ અમરેલી પોરબંદરમાં ગઈકાલે લઘુતમ તાપમાનમાં સામાન્યથી પાંચ ડિગ્રી સુધીનો મોટો ઘટાડો નોંધાયા પછી હવે આજથી હવામાન સ્થિર થયું છે. આગામી ચાર દિવસ સુધી લઘુતમ તાપમાનના પ્રમાણમાં ખાસ મોટી વધઘટ થવાની કોઈ સંભાવના ન હોવાનું હવામાન ખાતું જણાવે છે.
આજે ગાંધીનગરમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને આજનું લઘુતમ તાપમાન ૧૧.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. નલિયામાં આજે ૧૨.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે પરંતુ તે ગઈકાલ જેટલું જ છે.
ભુજમાં ગઈકાલે ૧૬.૩ અને આજે ૧૬.૬ અમરેલીમાં ગઈકાલે ૧૩.૪ અને આજે ૧૪.૬ ભાવનગરમાં આજે ૧૬.૯ અને ગઈકાલે ૧૬.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં આજનો લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી છે જે ગઈકાલ કરતાં અડધો ડિગ્રી ઓછું છે. વેરાવળમાં આજે ૨૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે જે ગઈકાલ કરતા અડધો ડિગ્રી વધારે છે.
અમદાવાદમાં આજે એક ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૫.૭ ડીગ્રી નોંધાયું છે. વડોદરામાં ગઈકાલ અને આજના લઘુતમ તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નથી. વડોદરામાં ગઈકાલે ૧૪.૬ અને આજે ૧૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સુરતમાં મિનિમમ ટેમ્પરેચર ઐંચકાયું છે. ગઈકાલે ૧૮.૪ અને આજે ૨૦.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયકલોનીક સકર્યુલેશન આજે લો પ્રેસરમાં પરિવર્તિત થયું છે અને આગામી બે દિવસમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. બંગાળની ખાડી અને અંદામાન સહિતના વિસ્તારોમાં અત્યારે પ્રતિ કલાકના ૫૫ થી ૬૫ કીલોમીટરની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. માછીમારોને આ તરફના દરિયામાં ન જવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech