મેડિકલ કોલેજ શ કરવા લેવાતી 9.5 કરોડઙ્ગી બેંક ગેરંટી વધારી રૂ.15 કરોડથઈ

  • September 14, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મેડિકલ કોલેજ શરૂ કરવી હવે કોઈ પણ સંસ્થા કે ટ્રસ્ટ માટે વધારે અઘરી બનશે એનું કારણ છે કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેવામાં આવતી બેન્ક ગેરેંટીમાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે અગાઉ આ ગેરંટી એક સરખી લેવામાં આવતી હતી પરંતુ હવે બેઠક મુજબ આ બેન્ક ગેરેન્ટીમાં વધારો ઘટાડો થશે એક 50 બેઠકની મેડિકલ કોલેજ શરૂ કરવી હશે તો 15 કરોડ રૂપિયા બેંક ગેરેન્ટી સાત વર્ષ માટે આપવાની રહેશે.કોલેજોની મંજૂરી માટે જે તે કોલેજ ટ્રસ્ટ દ્વારા બેંક ગેરંટી મૂકવાની હોય તેમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે.
અગાઉ 50, 100 કે 150 બેઠકોની મેડિકલ કોલેજ માટે એક સરખી અંદાજે 9.5 કરોડ રૂપિયા બેંક ગેરંટી લેવામાં આવતી હતી. કમિશન દ્વારા જાહેર કરાયેલી બેંક ગેરંટીના નવા દરો પ્રમાણે હવે 50 બેઠકોની મેડિકલ કોલેજો શરૂ કરવી હોય તો 15 કરોડ રૂપિયા બેંક ગેરંટી તરીકે 6 વર્ષ માટે રાખવા પડશે. આ જ રીતે 100 બેઠકની મેડિક્લ કોલેજ શરૂ કરવી હોય તો 20 કરોડ રૂપિયા 6 વર્ષ માટે આપવાના રહેશે અગાઉ 50 સીટની મંજૂરી હોય અને વધુ 50 બેઠકોની મંજૂરી લેવામાં આવે તો વધારા 5 કરોડ રૂપિયા બેંક ગેરંટી ભરવાની રહેશે.
દેશમાં અને જુદા જુદા રાજ્યોમાં દિનપ્રતિદિન મેડિકલ કોલેજોની સંખ્યા વધી રહી છે. જેના કારણે હવે નેશનલ મેડિકલ કાઉન્સિલ દવારા નવી મેડિકલ કોલેજની મંજુરી માટે બેંક ગેરંટી આપવાની રહેશે અથવા દરેક 50 વધારાની બેઠક માટે 5 કરોડ રૂપિયા પ્રમાણે બેંક ગેરંટી આપવી પડશે. મહત્વની વાત એ કે માત્ર અંડર ગ્રેજ્યુએશન જ નહીં પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએશનની મંજૂરી માટે પણ બેંક ગેરંટી જાહેર કરવામાં આવી છે.
જેમાં માત્ર ચાર બેઠકની મંજૂરી હોય તો પણ 2 કરોડ રૂપિયા બેંક ગેરંટી આપવાની રહેશે. આ સિવાય દરેક ચાર વધારાની બેઠક માટે 25 લાખ રૂપિયા પ્રમાણે બેંક ગેરંટી આપવાની રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સિવાય મેડિકલ કોલેજોની મંજૂરી માટે ઇન્સ્પેક્શન ફી લેવામાં આવે છે જેમાં 50 બેઠકોની કોલેજ માટે 5 લાખ રૂપિયા, 100 બેઠકની કોલેજની મંજૂરી માટે 10 લાખ રૂપિયા અને 150 બેઠકની કોલેજની મંજૂરી માટે 15 લાખ રૂપિયા ઇન્સ્પેક્શન ફી પેટે લેવામાં આ જ રીતે 150 બેઠકની મેડિકલ કોલેજની મંજૂરી હોય તો 25 કરોડ રુપિયા ગેરંટી તરીકે લેવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application