ભાવનગર રેલવે ડિવિઝનના ૯ કર્મીઓ "ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

  • April 25, 2025 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે ભાવનગર ડીવીઝનના ૯ કર્મચારીઓને "ડીઆરએમ સેફટી એવોર્ડ"થી સન્માનિત કર્યા હતા. 
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર ૨૪ એપ્રિલને ગુરુવારના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, ભાવનગર પરા ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા, સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર સી.આર. ગરૂડા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સમ.) મનીષ મલિક, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સી.) એસ. કે. મોદી અને રાજેશ ભટ્ટ સ્ટેશન અધીક્ષક-સંરક્ષાની હાજરીમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર દ્વારા આપવામાં આવેલ. 
એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં   શંભુ કુમાર દાસ (સ્ટેશન માસ્ટર  ભાવનગર),  મુકેશ કુમાર (ઉપ સ્ટેશન અધીક્ષક - રાજુલા),  રાકેશ કુમાર મીણા (ઉપ સ્ટેશન અધીક્ષક - જેતલસર જં.),  હિમાઁશુ ચાવલા (કાંટેવાલા-પીપાવાવ),  અસ્તિત્વ સિંહ (કાંટેવાલા-બોટાદ),  અજિત કુમાર યાદવ (કાંટેવાલા-રાજુલા જંક્શન),  રાજેશ કુમાર (કાંટેવાલા-રાજુલા સિટી),  મુકેશ ગોરધન (કાંટેવાલા-નિંગાળા) અને કુ. પૂજા પરમાર (કાંટેવાલા-જૂનાગઢ જંકશન)નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સાવધાની અને સતર્કતા સાથે કામ કરીને, સંભવિત રેલ અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં સતત સ્પાર્કિંગ, રેલ ફ્રેક્ચર, હોટ એક્સલ, શોર્ટ સર્કિટ અને હૈંગિંગ પાર્ટ જેવી ઘટનાઓ નોંધવામાં આવી છે. "ડીઆરએમ સેફ્ટી એવોર્ડ" થી સન્માનિત તમામ કર્મચારીઓએ જ્યારે રેલ્વે સંરક્ષામાં ખામીઓ શોધી કાઢવામાં આવી ત્યારે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટના અને સંભવિત નુકસાનને અટકાવવામાં આવ્યું છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા  હતા. અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application