પ્યાસીઓ સુધી પહોંચે પહેલા બે સ્થળેથી 852 બોટલ દારૂ ઝડપી લેવાયો
પ્યાસીઓ સુધી પહોંચે પહેલા બે સ્થળેથી 852 બોટલ દારૂ ઝડપી લેવાયો
May 23, 2026 02:10 PM
રાજકોટ શહેરમાં દારૂ પ્યાસીઓ સુધી પહોંચે એ પહેલા જ બે સ્થળેથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઇ બુટલેગરો સામે કાર્યવાહી કરી છે. પીસીબીની ટીમે ઢેબર રોડ પરના ગોપાલનગરમાં કારમાંથી 132 બોટલ વિદેશી દારૂ સાથે કાર ચાલક કોઠારીયાના હરેશ સોલંકીને ઝડપી લઈ દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ. 5,85,592નો મુદામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા ફાળદંગના સપ્લાયનું નામ આપતા તેની શોધખોળ હાથ ધરી છે. જયારે કુવાડવા પોલીસે પૂર્વ બાતમીના આધારે કુવાડવા-અમદાવાદ હાઇવે પરથી સ્વિફ્ટ કારમાં લવાતા 720 ચપલા વિદેશી દારૂના ઝડપી લઇ કાર ચાલક માલધારી સોસાયટીમાં રહેતા ભાવેશ મકવાણાને ઝડપી લઇ દારૂનો જથ્થો, કાર તેમજ મોબાઈલ મળીકુલ રૂ.3,90,200નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.