ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની ૮૫ હજાર ભારીની આવક: સાત કિ.મી.લાંબી કતાર

  • February 06, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. દેશ-વિદેશના વેપારીઓ ગોંડલનું મરચું ખરીદવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવે છે.  માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ચાલુ કરવામાં આવી હોય 
૮૫ હજાર ભારીની આવક જોવા મળી હતી યાર્ડની બન્ને બાજુ ૧૭૦૦ જેટલા વાહનો ની ૭ કિલોમીટર સુધી ની લાંબી લાઈન હતી.યાર્ડ માં મરચા ઉતારવાની જગ્યાના હોય આવક બંધ કરાઇ હતી.

યાર્ડની બંને બાજુ સાત કિલોમીટર વાહનોની લાઈન હતી. ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી રજીસ્ટ્રેશન વગર વાહનોને આવક શરૂ કરાઈ હતી. જેમાં મરચા ની હરરાજી માં ૨૦ કિલોના મરચાના ભાવ ૧૦૦૦થી ૩૩૫૧ સુધીના બોલાયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવાકે રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, સહિતના જિલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને  ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. 

ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરૂણભાઈ પાંચાણી એ જણાવ્યું કે ગોંડલનું મરચું વિદેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. યાર્ડમાં સાનિયા મરચું, રેવા, ૭૦૨, સિજેન્ટા, અને ઓજસ મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા ગોંડલ યાર્ડમાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application