પોરબંદરમાં ૮૧પ પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સેવા આપશે.
મોબાઈલ ચીલઝડપ અને વાહનોની થતી ચોરી અટકાવવા એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્ક્વોડ, એલ.સી.બી. સહિત ૧૧ પોલીસ જવાનોની ટીમ તૈનાત રહેશે અને પાંચ વોચ ટાવર પર તૈનાત રહી પોલીસ સતત મેળા ગ્રાઉન્ડ પર ચાંપતી નજર રાખશે. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની ૬ સી ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં દરેક ટીમમાં ૧ પી.એસ.આઈ. અને ૪ મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવશે. બે ડી.વાય.એસ.પી., સાત પી.આઈ., ૩૦ પી.એસ.આઈ. સહિતના ૮૧પ પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સેવા આપશે
પોરબંદરના લોકમેળામાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ૧૩ જેટલા સખી મંડળના સ્ટોલ ફાળવવામાં આવશે. ૧ સાહસનો કૂવો, ૯ ચકડોળ, ૧૭ર રમકડાના સ્ટોલ, ૭ મોટા ફૂડ સ્ટોલ, ૧૦૩ અન્ય નાના-મોટા ફૂડ સ્ટોલ, સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેના ૧પ સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે ૧૩ કિડ્સ ઝોન સ્ટોલ ફાળવવામાં આવશે. આ લોકમેળામાં ૪ર સ્ટ્રીટલાઈટના મોટા ટાવર લગાવવામાં આવશે અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં ૭ એક્ઝીટ ગેઈટ હશે. લોકમેળામાં ૨૫૦ જેટલા સીસી ટીવી કેમેરા, ખોવાયેલા બાળકો માટે રાવટીની વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે ૧ર જેટલા ટાવર લગાડાશે. ઉપરાંત લોકોની સુરક્ષા માટે સિક્યુરીટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે લોકોના આરોગ્યની સુખાકારી માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ એફ.એસ.ડબલ્યુ. વાન સાથે ફરજ પર રહેશે. જન્માષ્ટમીના લોકમેળામાં પણ સરકારની કલ્યાણકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે ૧પ જેટલા સ્ટોલ ફાળવવાની સાથોસાથ સખી મંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે ૧૩ સ્ટોલ તેઓને ફાળવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયબર ફ્રોડ અટકાવવા વધુ ૧૭ હજાર વોટસએપ એકાઉન્ટ બ્લોક
November 22, 2024 11:05 AMખંભાળિયા: અકળ કારણોસર સળગી જઈને રામનગરના યુવાને આપઘાત કર્યો
November 22, 2024 11:04 AMદ્વારકા જિલ્લામાં આયુર્વેદ દ્વારા કુપોષણમાં ઘટાડા અંગે હાથ ધરાતું સંશોધન
November 22, 2024 11:00 AMદ્વારકા જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સાથે યોજાતી બેઠક
November 22, 2024 10:56 AMહળવદમાં જાહેર રોડ પર કોઈ ઈંડા ફેંકી જતાં વેપારીઓમાં રોષ ભભૂકયો
November 22, 2024 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech