પોરબંદરના રૂમઝૂમ રાસોત્સવમાં ૮૦૦ બાળકો અને ૨૦૦૦ યુવક-યુવતીઓ ગરબે ઘુમે છે.
રૂમઝુમ રાસોત્સવ ચોપાટી ઓસીયેનીક ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ છે ત્યારે આ આયોજન માં ૭૦૦૦ લોકોની બેઠક વ્યવસ્થા તેમજ કાર્પેટ પાથરી સુંદર આયોજન કરેલ છે. આ આયોજન માં પોરબંદરનાં તેમજ આજુબાજુના વિસ્તારના દીકરા દીકરીઓ મોડી રાત સુધી ઝૂમ્યા હતા. આ આયોજનમાં સંપૂર્ણ સલામતી અને પારિવારિક માહોલ છે અને ખાસ કરીને વેપારી આલમ અને મહાજન વર્ગ ની સંખ્યા વધારે જોવા મળે છે.
આ આયોજનમાં નવરાત્રી રાસોત્સવ નાં ખેલીયા તરીકે જુનીયર કિડ્સ અને સીનીયર કિડ્સ નાં દીકરા દીકરીઓ બોહળી સંખ્યા માં ડ્રેસિંગ કરી અને અવનવી સ્ટાઈલો માં નવરાત્રી રાસોત્સવનો ઉત્સવ મનાવી રહ્યા હોય તેવું જોવા મળેલ તેમજ યંગસ્ટર યુવા વર્ગના દીકરા દીકરીઓ પણ અલગ અલગ ડ્રેસિંગ કરી અને કાઠીયાવાડી સ્ટાઈલમાં રમી અને ઉત્સાહ ભેર આનંદ મેળવી રમી રહ્યા છે
ત્યારે મઝૂમ રાસોત્સવના આ આયોજનમાં ચાર ચાંદ લાગી ગયા હતા અને પોરબંદર શહેરની એક આગવી જ મઝૂમ રાસોત્સવની છાપ ઉભી થઈ છે ત્યારે સીનીયર કિડ્સ અને જુનીયર કિડ્સ નાં તમામ ભૂલકાઓ દીકરા દીકરીઓ અને યંગસ્ટર્ યુવા વર્ગ ના દીકરા દીકરીઓ ખેલૈયા તરીકે જ્યારે મઝૂમ રાસોત્સવના ગ્રાઉન્ડમાં રમતા હતા ત્યારે રોજેરોજ ના પ્રિન્સ -પ્રિન્સેસ તેમજ બેસ્ટ પ્લેયર તથા વેલ ડ્રેસના આવા મળીને રોજના ૫૩ જેટલા ઇનામો આપવામાં આવે છે. ખાસ કરીને આ મઝૂમ રાસોત્સવની વિશિષ્ટતા એ હતી કે ભાઈઓ તથા બહેનો જે ડ્રેસિંગ કરીને ન આવેલા હોય તેવા કેસ્યુઅલના પણ રાઉન્ડ રાખી અને તેમાં પણ સિલેકશન કરી પ્રિન્સ- પ્રિન્સેસ તથા બેસ્ટ પ્લેયર ના ઇનામો થી નવાજવામાં આવે છે.આ મઝૂમ રાસોત્સવમાં રોજેરોજ દરેક ભૂલકાઓ જુનીયર કિડ્સને જેમની સંખ્યા અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલી હોય છે ત્યારે આ ભૂલકાઓ ને અલગ અલગ ઇનામ તરીકે ચાલુ રાસોત્વમાં ગ્રાઉન્ડ માં જ આઈસ્ક્રીમ , બિસ્કીટ, ચોકલેટ , કેડબરી તેમજ અલગ અલગ ગીફ્ટ આપી આ ભૂલકા ઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.તેમજ આ મઝૂમ રાસોત્સવના સુંદર આયોજનને નિહાળવા પોરબંદર જીલ્લાનાં કલેકટર ધાનાણી તેમજ ડી.ડી.ઓ. કે.ડી. ઠક્કર પરિવાર સાથે આવેલ હતા ત્યારે મઝુમ રાસોત્સવનાં આ નાના ભૂલકાઓને આઈસ્ક્રીમ અને કેન્ડી અને કોન જેવું ગીફ્ટ પોતાના હાથે આપી હતી અને આ રાસોત્સવની આ અનોખી ઉજવણી નો પણ લાભ લીધેલ હતો.
આ રાસોત્સવ માં પોરબંદર જીલ્લાનાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ પણ મઝૂમ રાસોત્સવમાં હાજરી આપેલ હતી ત્યારે આ ગ્રાઉન્ડમાં હજારો દીકરી અને દીકરાઓ શિસ્તબધ્ધ રીતે રાસ ગરબાથી ઝૂમી રહ્યા છે ત્યારે એમને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ અધિક્ષક વડી ભગીરથ સિંહ જાડેજા એ પણ મઝૂમ રાસોત્સવમાં આયોજકો તથા દીકરા દીકરીઓ સાથે રાસ ગરબા રમી અને આ મઝૂમ રાસોત્સવ ને પ્રોત્સાહિત કર્યુ હતુ.
મઝૂમ રાસોત્સવમાં અલગ -અલગ સમાજના આગેવાનો તેમજ અનેક સંસ્થા ઓ ના હોદ્દેદારો એ પણ હાજરી આપી હતી ત્યારે મઝૂમ રાસોત્સવમાં ‘આજકાલ’ મીડિયા પાર્ટનરનાં વર્ષો જુના અને નિષ્ઠાવાન સહતંત્રી જીજ્ઞેશભાઈ પોપટ પણ પરિવાર સાથે આવેલ હતા. તેમજ જી.ટી.પી.એલ.નાં ડાયરેક્ટર રાજભા જેઠવા સહિત અગ્રણીઓ એ પણ હાજરી આપી આ મઝુમ રાસોત્સવ ને નિહાળી અભિભુત થઈ ગયા હતા.
પોરબંદર ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ તેમજ તેમનાં પંચ પટેલને ખારવા નવીબંદર ના પ્રમુખ મોહન ભાઈ ભૂતિયા તથા પંચ પટેલો એ હાજરી આપેલ હતી અને આ રાસોત્સવમાં પોરબંદર થનગનાટ રાસોત્સવના ચેરમેન માલદેભાઈ તેમજ કિશન ભાઈ રાઠોડ તથા કેશુભાઈ વાઢેર વગેરે લોકોએ પણ હાજરી આપી અને આ મઝુમ રાસોત્સવ નિહાળ્યો હતો.
મઝુમ રાસોત્સવમાં પોરબંદર પોલીસ કમલાબાગ ના પી.આઈ. કાનમીયા એ પણ હાજરી આપી અને આ મઝૂમ રાસોત્સવની આરતીનો લાભ લઈ લેડીઝ સ્ટાફ સાથે આ મઝુમ રાસોત્સવ માં હાજરી આપી અને મઝૂમ રાસોત્સવ ને પ્રોત્સાહિત કર્યો હતો. આ તકે પોરબંદર પોલીસ તરફથી ખુબ જ સારો સહકાર મળી રહ્યો છે ત્યારે મહિલા પોલીસ સાદા ડ્રેસ અને પોલીસ જવાનો પણ સાદા ડ્રેસ માં રહી અને લોકો સુરક્ષિત રમી શકે તે માટે પોતાની ફરજ બજાવે છે.
આ મઝૂમ રાસોત્સવને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા તેમજ તેમની ટીમે ખુબ જ જહેમત ઉઠાવી હતી અને મઝૂમ રાસોત્સવ માં સંચાલક તરીકે જય ભાઈ કોટેચા તેમજ આકાશ ભાઈ ગોંદીયા સંચાલન કરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech