મેટોડા જીઆઇડીસીમાં જાહેરમાં જુગાર રમતા ૮ શખસો ઝડપાયા

  • October 19, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડા જીઆઇડીસીમાં નેત્રા નામના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને મેટોડા પોલીસે ઝડપી લઇ તેમની પાસેથી રૂ.૧૦,૮૦૦ ની રોકડ કબજે કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,મેટોડા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે સાંજના અહીં મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ત્રણ પાસે આવેલા નેત્રા પોલીપ્લાસ્ટ પ્રા.લી નામના કારખાના પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસોમાં સુનિલ ગંગાકુમાર ચમાર,પ્રેમ રામશાહે નિશાદ, મદન દેવનાથ મહોતા, સોમપ્રકાશ ગંગારામ વર્મા, રોહિત ગંગારામ વર્મા, વીકી અનિલકુમાર દીક્ષિત, હરગોવિંદ સુમેરા અહેરવાલ અને રાજેશ ગુડાઈકુમાર બંસલનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૦,૮૦૦ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ લકીરાજસિંહ જાડેજા, રાજદીપસિંહ ગોહિલ અને રવુભાઈ ગીડા સાથે રહ્યા હતા.
​​​​​​​
જ્યારે શાપર વેરાવળ પોલીસ મથકના સ્ટાફે અહીંના કેપ્ટન ગેટ અંદર કેપ્ટન પાઇપ કારખાનાની બાજુમાં જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૭,૧૫૦ કબજે કર્યા હતા. જુગાર રમતા પકડાયેલા શખસોમાં અશોક નાથુરામ કુશવાહ, સોનુખાન મહેબૂબખાન પઠાણ, પપુસિંગ રામાવતાર ઠાકુર, મુકેશ લાલચંદ કુશવાહ, સત્યેન્દ્રસિંહ શ્યામસિંહ રાજભર અને સોહન રાજારામ આહિરવારનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application