ધુમ્મસ સાથે ગિરનાર પર્વત ઉપર 8, નલિયામાં 10 ડિગ્રી

  • December 12, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુતમ તાપમાનમાં ઘટાડાનો સિલસીલો આજે પણ ચાલુ રહ્યો છે અને ગિરનાર પર્વત પર આઠ ડિગ્રી નલિયામાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ગિરનાર પર્વત ઉપર અને નલિયા ઉપરાંત સુરત દ્વારકા ઓખા માં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને ધુમ્મસ જોવા મળ્યું હતું.

ભાવનગરમાં 17.6 ભુજમાં 14.4 દ્વારકામાં 18 ગાંધીનગરમાં 14.2 કંડલામાં 16 પોરબંદરમાં 12.8 રાજકોટમાં 13 સુરતમાં 18.5 સુરેન્દ્રનગરમાં 14.4 વેરાવળમાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું છે. જુનાગઢ શહેરમાં 13 અને ભવનાથ તળેટીમાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નલિયામાં 91 પોરબંદરમાં 84 રાજકોટમાં 83 સુરતમાં 90 ઓખામાં 83 અને જૂનાગઢમાં 82 ટકા નોંધાયું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને રાજસ્થાનમાં 6 થી 10 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન છે. જમ્મુ કશ્મીરમાં અને હિમાલય અને રીજીયનમાં લઘુત્તમ તાપમાન નો પારો માઇનસમાં જતો રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application