ભીમ અગીયારસના જુગાર રમવાના વણલખ્યા નીયમ મુજબ ઠેક ઠેકાણે જુગાર રમતો હોય છે.ત્યારે શહેર પોલીસે ભીમ અગીયારસે જુગારના આઠ દરોડામાં ત્રણ મહિલા સહિત ૩૮ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ રૂ.૩,૨૭,૩૫૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હુણ તા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી રોડ પર બેડી ગામની સીમમાં વોકળા નજીક આવેલી ઘનશ્યામ બાલાસરાની વાડીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં અજય જયતાભાાઇ કાનગડ, ભાવેશભાઈ મેણંદભાઇ કાનગડ, ભીખા બોઘાભાઈ બાલાસરા, વિશાલ જેતાભાઈ કાનગડ, રાહુલ લાભુભાઈ ગોગર નો સમાવેશ ાય છે. પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૨૦૭૦, પાંચ મોબાઈલ ફોન વાહન સહિત ૧.૯૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન વાડી માલિક ઘનશ્યામ મેરાભાઈ બાલાસરા હાજર મળી ના આવ્યો હોય તેને ઝડપી લેવા તપાસ હા ધરી છે.
કુવાડવા રોડ પોલીસ મકના પીઆઇ વી. આર. રાઠોડની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.જે.વરૂ તા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા,કોન્સ્ટેબલ જયપાલસિંહ બરાડીયા અને જયદીપભાઇ ધોળકિયાને મળેલી બાતમીના આધારે બેડી ગામ પાસે ચામુંડા સોસાયટીના છેડે જીગાભાઈ વાઘજીભાઈના મકાનની સામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં દલસુખ બાબુભાઈ બાહુકીયા, હિતેશ ઉર્ફે જીતેશ રમેશભાઈ મકવાણા, મહેશ રાણાભાઇ વડેચા, જયસુખ ગોપાલભાઈ નાગાણી અને શિવા જીવણભાઈ વડેચાનો સમાવેશ ાય છે. જ્યારે કુવાડવા પોલીસ મકના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા અને સંજય મિયાત્રાની બાતમીના આધારે કુવાડવા ગામ રાધે હોટલ વાળી શેરીમાં નટુભાઈ બાહુકીયાના મકાનની બાજુમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં વિજય રૂપે વિક્રમ પ્રવીણભાઈ બહુકીયા, દિનેશ ઉર્ફે ચોટલી ભગાભાઈ અંબાણીયા, કમલેશ ઉર્ફે મુન્નો ઓધવજીભાઈ બાહુકીયા, પ્રતાપ ઓધવજી બહુકીયા અને જીતેન્દ્ર નટુભાઈ બહુુકિયાનો સમાવેશ ાય છે. પોલીસે બંને દરોડામાં મળી રોકડ અને મોબાઈલ સહિત ૫૦,૧૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બી ડિવિઝન પોલીસ મકના પીઆઈ કે. જે. કરપડાની રાહબરી હેઠળ ટીમે બેડીપરા સંતોષી માતાજીના મંદિર પાસે નદી કાંઠે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં કાના જીવણભાઈ સરસિયા, નારણ ગાંડુભાઈ સરસીયા, ગૌરવ અજીતભાઈ મકવાણા, લાખા ખેંગારભાઈ ખીટનો સમાવેશ ાય છે. પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૧૬,૮૮૦ કબજે કર્યા હતા.બીજા દરોડામાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પૂનમહોલની પાછળ તિરુપતિ સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા મુકેશ સવાભાઈ વનાણીના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા મુકેશ સહિત પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં રાજેશ ઉર્ફે ખોડા લખમણભાઇ સરવૈયા, દિનેશ ઉર્ફે દીનો બાબુભાઈ મેઘાણી, અલ્પેશ હિરજીભાઈ સરવૈયા, શિવા બગાભાઈ રાઠોડનો સમાવેશ ાય છે. પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૩૫,૬૮૦ કબજે કર્યા હતા.બી ડિવિઝન પોલીસના ત્રીજા દરોડામાં મોરબી રોડ પર એચ.પી પેટ્રોલ પંપ બાજુમાં પંચવટી સોસાયટી શેરી નંબર ૧ ના ખૂણે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં સંજય મેઘજીભાઈ શિંગાળા, સુરેશ શામજીભાઈ રામાણી, બાબુ ખીમજીભાઇ વસોયા, મહેશ બટુકભાઈ વસોયા, હિતેશ બાબુભાઈ રૈયાણી, ઉમેશ વાલજીભાઈ બાલધા અને હાર્દિક વલ્લભભાઈ વસોયાનો સમાવેશ પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૧૭૭૦૦ કબજે કર્યા હતા.
તાલુકા પોલીસ મકના સ્ટાફે લક્ષ્મણ ટાઉનશીપ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા રીટાબા નરેન્દ્રસિંહ ગોહિલના ક્વાર્ટરમાં દરોડો પાડી અહીં જુગાર રમતા રીટાબા ઉપરાંત રીનાબેન કેતનભાઇ સરવૈયા, વર્ષાબેન સુભાષભાઈ ધામેચા અને સંજય તુલસીભાઈ કોટેચાને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંી રોકડ રૂપિયા ૧૦,૩૬૦ કબજે કર્યા હતા.
પ્રદ્યુમનનગર પોલીસે માઉન્ટેન ૫૩ વારીયા કવાર્ટરમાં જુગાર રમતા ૩ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ઉમર આમદભાઇ ચાનીયા, મુસ્તાક સુમારભાઈ સમા અને ઇમ્તીયાઝ જુસબભાઈ સુમરાનો સમાવેશ ાય છે. પોલીસે તેમની પાસેી રોકડ રૂપિયા ૪૩૫૦ કબજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech