સૌરાષ્ટ્ર્રમાં હાલ સુધી એવો ટ્રેન્ડ હતો કે કોઇ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન હોય એટલે તેનું શોપિંગ રાજકોટથી થતું, પરંતુ હવે એવો ટ્રેન્ડ શ થયો છે કે ફકત શોપિંગ જ નહીં મેરેજ સેરેમની પણ રાજકોટમાં યોજાય.સૌરાષ્ટ્ર્રવાસીઓના ડ્રીમ વેડિંગ ડેસ્ટિનેશન રાજકોટ શહેરમાં ગત વર્ષ ૨૦૨૪ દરમિયાન કુલ ૭૩૭૩ લોત્સવ યોજાયા હતા. કદાચ લગ્નોત્સવ તો આથી પણ વધુ યોજાયા હોય શકે છે પરંતુ આજની સ્થિતિએ રાજકોટ મહાપાલિકા દ્રારા આટલા મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે મેરેજ રજિસ્ટ્રેશન માટે આવેલી અરજીઓમાંથી લગભગ ૯૫ ટકા અરજીઓ તાજેતરમાં મતલબ કે ૨૦૨૪માં થયેલા લોની હતી તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેરેજ રજિસ્ટ્રેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી રાજય સરકાર દ્રારા મેરેજ રજિસ્ટ્રેશનની સત્તા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સોંપાઇ ત્યારેથી રાજકોટ મહાપાલિકામાં મેરેજ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, નિયત અરજી ફોર્મમાં સુચવેલા ડોકયુમેન્ટસ સાથે અરજી કરવાથી અને અરજીની ચકાસણી પૂર્ણ થયે નિયત ફી ચૂકવવાથી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. અગાઉના વર્ષેામાં લ થયા હોય અને જે તે સમયે રજિસ્ટ્રેશન કરાવ્યુ ન હોય તો પણ હાલ ગમે ત્યારે અરજી કરી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે, અલબત્ત કંકોતરી સહિતના તમામ ડોકયુમેન્ટસ રજૂ કરવા અનિવાર્ય છે. લવ મેરેજ, અરેન્જ મેરેજ, સમૂહ લ, આદર્શ લ કે આર્ય સમાજ પધ્ધતિથી થયેલ લ સહિત કોઇ પણ પ્રકારે થયેલા લગ્ન નું મેરેજ રજિસ્ટ્રેશન થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકાના હદ વિસ્તારમાં લ સમારોહ યોજાયો હોય તો જ મહાપાલિકામાં રજિસ્ટ્રેશન થઇ શકે છે, જો રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડા) વિસ્તારના કોઇ પાર્ટી પ્લોટ, હોટેલ, મોટેલ, રિસોર્ટ સહિતના સ્થળોએ લગ્ન યોજાયા હોય તો જે વિસ્તારની લાગુ ગ્રામ પંચાયતમાં અરજી કરવાની રહે છે. હાલ લગાળો પૂર્ણ થયો હોય કમુરતામાં મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા ધસારો શ થયો છે
૨૦૨૪માં કયા મહિનામાં કેટલા લગ્ન સમારોહ
જાન્યુઆરી ૬૯૭
ફેબ્રુઆરી ૭૫૨
માર્ચ ૮૪૭
એપ્રિલ ૭૭૭
મે ૭૪૩
જૂન ૭૩૯
જુલાઇ ૬૦૬
ઓગષ્ટ્ર ૪૭૪
સપ્ટેમ્બર ૪૧૬
ઓકટોબર ૪૦૫
નવેમ્બર ૨૯૮
ડિસેમ્બર ૬૧૯
કુલ ૭૩૭3
મેરેજ રજિસ્ટ્રેશનનું પ્રમાણ ઉત્તરોતર વધ્યું
વર્ષ રજિસ્ટ્રેશન
૨૦૦૮ ૩૬૧૨
૨૦૦૯ ૩૪૯૯
૨૦૧૦ ૨૬૬૯
૨૦૧૧ ૩૪૩૯
૨૦૧૨ ૪૧૩૨
૨૦૧૩ ૪૮૧૨
૨૦૧૪ ૪૪૦૫
૨૦૧૫ ૫૩૦૯
૨૦૧૬ ૪૯૯૮
૨૦૧૭ ૪૩૭૮
૨૦૧૮ ૪૯૧૩
૨૦૧૯ ૫૭૯૩
૨૦૨૦ ૫૦૪૯
૨૦૨૧ ૬૪૨૧
૨૦૨૨ ૭૪૭૮
૨૦૨૩ ૭૬૦૩
૨૦૨૪ ૭૩૭૩
કુલ૮૫,૮૮
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech