ગુજરાતમાં હોળી-ધુળેટીએ અકસ્માતની વણઝાર લાગી હોય તેવા ચોંકાવનારા આંકડા 108 દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બે દિવસમાં હોળી-ધુળેટી એમ બે દિવસમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોને કાળ ભેટી ગયો છે. 108ને માર્ગ અકસ્માતના 715 લોક આવ્યા હતા. આ આંકડો ગઈકાલ સાંજના 6 વાગ્યા સુધીનો છે.
મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો
ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વની પર મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો, ત્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.
360 મારામારીના કોલ મળ્યા
108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા.
રાજકોટમાં માર્ગ અકસ્માતના 34 કોલ
જ્યારે અકસ્માતના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા.
સામાન્ય દિવસ કરતા 257 કોલ વધુ નોંધાયા
સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાઉથ એક્ટ્રેસ રાન્યા રાવને ગોલ્ડ સ્મગલિંગ કેસમાં એક વર્ષ જામીન નહીં મળે, જેલમાં જ રહેવું પડશે
April 27, 2025 02:29 PMઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech