લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીમાં મહિલા પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે પુરુષો કરતાં તેમને બરાબરી મળતી ની પરંતુ વસ્તીની દ્રષ્ટિએ મહિલાઓના મત પણ નિર્ણાયક બની રહે છે. જૂનાગઢ લોકસભાની સાત વિધાનસભા બેઠકમાં ૧૮૪૯ બુનો સમાવેશ થાય છે. જે પૈકી ૨૯૯ બુ પર પુરુષો કરતાં મહિલા મતદારોના મત નિર્ણાયક બની રહેશે. જેમાં પુરુષો કરતાં ૫૧૦૯ મહિલા મતદારોની સંખ્યા વધુ રહી છે.
જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, કોડીનાર, તાલાળા, ઉના અને સોમના એમ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. સાતેય વિધાનસભા બેઠકમાં ૯,૧૭,૧૬૭ પુરુષો, ૮,૭૫૨૦૫ મહિલા અને ૨૬ ટ્રાન્સજેન્ડર મળી કુલ ૧૭,૯૨,૩૯૮ મતદારોનો સમાવેશ થાય છે. આગામી તા. ૭ મે ના રોજ જુનાગઢ લોકસભાની બેઠકનું ૧૮૬૧ બુ પર મતદાન નાર છે. મતદારની દ્રષ્ટિએ મહિલા કરતાં પુરુષની સરખામણી વધુ છે પરંતુ બંને જિલ્લા ઓની સાત વિધાનસભા બેઠકના ૧૬ ટકા એટલે કે ૨૯૯ બુ પર પુરુષ કરતાં થી મતદારોની સંખ્યા વધુ હોવાી આ વિસ્તારોમાં મહિલા મતદારોનું વર્ચસ્વ વધુ રહેશે.
સાતેય વિધાનસભા બેઠકમાં વિસાવદરમાં સરેરાશ અડધાી એક ટકા થી પુરુષની સરખામણી રહી છે જ્યારે તાલાળા વિધાનસભા બેઠકમાં સુત્રાપાડા-૧૦ નંબરના બુ પર પુરુષની સરખામણીએ સૌી વધુ ૬૭ મહિલા મતદારો નોંધાયા છે.
વિસાવદરના વધુ મહિલા મતદારો ધરાવતા ૭ બુ
વિસાવદર વિધાનસભા બેઠકમાં ૨૯૪ બુ પૈકી સાંખડાવદર-૨, પસવાડા, સંકરોળા-૨, વાજડી, મહુડી, વિસાવદર બુ નં.૧૦, દુધાળા એમ સાત બુ પર પુરુષની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યા અંશત: પરંતુ વધુ નોંધાયેલી છે.
ઉનાના બાણેજ ખાતે એકમાત્ર પુરુષ મતદાર
જૂનાગઢ લોકસભાની ઉના બેઠક પર બાણેજ એકમાત્ર એવું મતદાન મક છે કે જ્યાં એક જ મતદાર અને તે પણ પુરુષ નોંધાયેલ છે. જે માટે ચૂંટણી તંત્ર વિશેષ વ્યવસ પણ કરે છે. આ એક જ એવું બુ છે જ્યાં મતદાનની ટકાવારી ૧૦૦ ટકા રહે છે.
કેશોદ, માણાવદર બેઠકમાં ૪૪ બુ પર મહિલા મતદારો વધુ
જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માણાવદર પોરબંદર લોકસભા બેઠકમાં આવે છે આ બંને બેઠકમાં કેશોદમાં ૨,૪૮,૨૪૫ અને માણાવદરમાં ૨,૪૯૧૪૧ મળી કુલ ૪,૯૭,૩૮૬ મતદારો નોંધાયેલા છે.જે પૈકી કેશોદમાં ૨૫૪ બુ પર મતદાન નાર છે જેમાંથી ૨૩ બુ પર ૨૮૬ મહિલા મતદારોની સંખ્યા વધુ છે જ્યારે માણાવદર બેઠકમાં ૨૮૦ બુ પર મતદાન નાર છે જેમાં ૧૧ બુ પર ૮૧ મહિલા બંને મળી ૪૪ બુ પર પુરુષો કરતાં ૩૬૭ મહિલા મતદારોનું મતદાનમાં વધુ વચસ્વ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech