રાજકોટ, ગોંડલ અને જામકંડોરણાના સાત યુવકો કેદારનાથ મંદિર ખાતે દર્શને ગયા બાદ ત્રણ દિવસથી સંપર્ક વિહોણા બનતા સાતેય યુવકોનો રાજકોટ જિલ્લ ા કલેકટર તંત્રએ રાજ્યના તંત્રની મદદથી ઉતરાખંડ પ્રશાસન મારફતે સાતેય લાપત્તા યુવકોની ભાળ મેળવી લેતાં ચિંતાતુર પરિવારજનોમાં હાશકારો થયો હતો મંદિરના ભાગે રોકાઈ ગયેલા યુવકોને એરલીફટ કરી નીચે લવાયા હતા.
રાજકોટના રહેવાસી કલ્પેશભાઈ સંચાણીયા, જીજ્ઞેશભાઈ સંચાણીયા, કમલેશભાઈ ભારડીયા, યતીનભાઈ મકવાણા, ગોંડલના કેતન રાણપરા તથા જામકંડોરણાના પારસ દોંગા અને અંકિત ગોયાણીનું સાત વ્યકિતનું ગ્રુપ ગત તા.૨૩ના રોજ કેદારનાથ યાત્રાએ નીકળ્યું હતું. તા.૩૧ના રોજ કેદારનાથના દર્શન કર્યા હતા. ત્યાં સુધી પરિવારજનોના સંપર્કમાં હતા. તા.૩૧ના સાંજ બાદ સંપર્ક ન થઈ શકતા ત્રણ દિવસથી પરિવારજનો ચિંતાતુર બન્યા હતા.
ગઈકાલે બપોરના સમયે પારસના પરિચીત હાર્દિકભાઈ ભટ્ટીએ રાજકોટ કલેકટર વિભાગ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલનો સંપર્ક કરી જાણકારી આપી હતી. રાજકોટ કલેકટર તંત્ર દ્વારા પળના વિલંબ વિના તુરત જ ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને માહિતગાર કરાયું હતું. રાજ્ય સરકારના ઉચ્ચસ્તરીય તંત્ર વાહકો દ્વારા ઉતરાખંડ સરકારના પ્રશાસનનો સંપર્ક કરી રાજકોટ જિલ્લ ાના સાત યુવક તા.૩૧ના સાંજથી સંપર્ક વિહોણા બન્યાની જાણ કરી ભાળ મેળવવા પ્રયાસ કર્યા હતા.
રાજ્ય સરકારના ઉચ્ચસ્તરીય પ્રયાસો દ્વારા એકાદ કલાકમાં જ સાતેય વ્યકિતનો સંપર્ક થયો હતો. સેટેલાઈટ ફોન મારફતે વાત થતાં તંત્રએ પણ રાહત અનુભવી હતી. એવી વિગતો જાણવા મળી છે કે, તા.૩૧ના રોજ કેદારનાથના પટ્ટમાં દર્શન કરીને સાતેય યુવક નીચે આવવાની તૈયારીમાં હતા ત્યારે ભારે વરસાદ શ થતાં ઉપર જ ત્યાં મંદિરના પટાંગણમાં સલામત સ્થળે રોકાઈ ગયા હતા. જો કે, મોબાઈલ ફોન નેટવર્ક ખોરવાતા બેટરી ડીસ્ચાર્જ થઈ જવાથી કોઈ વ્યકિત પરિવારજનોના સંપર્ક કરી શકતા ન હતા.
સાતેય વ્યકિત પૈકી બેને એ જ દિવસે કેદારનાથના સ્થાનીક તંત્ર દ્વારા દોરડેથી નીચે સલામત લવાયા હતા. જયારે અન્ય પાંચને હેલીકોપ્ટર મારફતે એરલીફટ કરવાની કવાયત કરાઈ છે. વાતાવરણ સાફ ન હોવાથી બે દિવસથી એરલીફટ ન થઈ શકતા કેદારનાથ મંદિરના ભાગે જ સહી સલામત હતા. રાજકોટ કલેકટર પ્રભવ જોષી, અધિક કલેકટર ચેતન ગાંધી અને તંત્ર વાહકોની સતર્કતાથી સાતેય યુવકના તુરત જ કેદારનાથ ખાતે સંપર્ક શકય બન્યા હતા અને સહી સલામત રેસ્કયુ કરાયા હતા. યુવકોના પરિવારજનો દ્વારા તંત્રની ત્વરીત કામગીરીની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech