ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં 7 ન્યાયમૂર્તિની નિમણૂંક કરતું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના બે પૂર્વ ડિસ્ટ્રીક્ટ જજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 7 નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને 38 થઇ ગઇ છે. નવા નિમણૂંક કરાયેલા તમામ ન્યાયમૂર્તિ આગામી દિવસોમાં શપથ લેશે. ગુજરાત હાઈકોર્ટમાં 7 ન્યાયમૂર્તિની નિમણૂંક કરવામાં આવી તેની યાદી નીચે મુજબ છે.
23 એપ્રિલે રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી કરાઈ હતી
અગાઉ ગુજરાત હાઇકોર્ટે 23 એપ્રિલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા 70 જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી હતી અને તેમની નવી જગ્યાઓ પર બદલીના આદેશો જારી કર્યા હતા. આ બદલીઓ 28 એપ્રિલ, 2025થી અમલમાં આવી હતી.
હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર 65% પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રાજ્યની ન્યાયિક પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહત્વની નિયુક્તિઓ પર એક નજર
આ સંસ્થાકીય બદલાવ અંગે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે આ પગલું ન્યાય સેવાની કાર્યક્ષમતામાં વધારો કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તમામ નિયુક્તિઓ યોગ્ય વરિષ્ઠતા અને અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન બાદ જ કરવામાં આવી છે.
કેટલાક અન્ય મહત્વપૂર્ણ બદલીઓ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech