જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં ગઈ રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડી કાલાવડ અને રાજકોટ પંથકના બે મહિલા સહિતના સાત પતા પ્રેમીઓને રંગે હાથ ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ દરોડાની વિગત એવી છે કે એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના ધુતારપર ગામમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બે મહિલા સહિતના સાત સ્ત્રી પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી પોલીસે રાજકોટમાં રહેતી શર્મિલાબેન રમેશભાઈ જોશી તેમજ કાલાવડમાં રહેતી મનીષાબેન સંજયભાઈ સોંદરવા ઉપરાંત ધુડસીયા ગામના મુકેશ નાથાભાઈ વેકરીયા, ઉપરાંત કાલાવડ પંથકના યોગીરાજસિંહ કુંવરસિંહ જાડેજા, ધર્મેન્દ્ર પરી અશ્વિન પરી ગોસ્વામી, દિવ્યગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, અને મહેન્દ્ર કરણભાઈ કારેથા સહિત સાત પત્તા પ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૨ હજારની રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અને બાઇક સહિત રૂપિયા ૯૭,૦૦૦ ની માલમતા કબજે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
December 19, 2024 08:41 AMએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMહૂંફાળું પાણી દરેક માટે ફાયદાકારક નથી, તેના ગેરફાયદા જાણ્યા પછી તમે તેને પીતા પહેલા 10 વાર વિચારશો
December 18, 2024 11:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech