KBC માં 7 કરોડનો એ સવાલ, જેનો જવાબ આપવામાં 22 વર્ષનો ચંદ્ર પ્રકાશ નિષ્ફળ રહ્યો

  • September 26, 2024 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'ને સિઝન 16નો પ્રથમ કરોડપતિ જમ્મુ-કાશ્મીરના ચંદ્ર પ્રકાશ બન્યો છે. 22 વર્ષના ચંદ્ર પ્રકશે શોમાં 1 કરોડ રૂપિયાની રકમ જીતીને સમગ્ર ખીણનું ગૌરવ વધાર્યું છે. પરંતુ ચંદ્ર પ્રકશે 7 કરોડ રૂપિયાના છેલ્લા સવાલનો જવાબ ખબર ન હતી અને ગેમ છોડી દીધી અને અને પછી જવાબ આપ્યો.તો એ જવાબ સાચો હતો.


જમ્મુ-કાશ્મીરના ચંદ્ર પ્રકાશ ગયા એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠા હતા. ચંદ્ર પ્રકાશે કહ્યું કે તે UPSCની તૈયારી કરી રહ્યો છે KBC 16 ને તેના 32મા એપિસોડમાં તેનો પ્રથમ કરોડપતિ સ્પર્ધક મળ્યો છે. ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે તેને આંતરડાની સમસ્યા છે અને તેની 8 સર્જરી થઈ છે.


1 કરોડનો સવાલ શું હતો?

કયા દેશનું સૌથી મોટું શહેર તેની રાજધાની નથી, પરંતુ એક બંદર છે, જેના અરબી નામનો અર્થ એબોડ ઑફ પીસ છે. તેના વિકલ્પોમાં, સોમાલિયા, ઓમાન, તાંઝાનિયા, બ્રુનેઈ હતા. અને તેનો જ સાચો જવાબ તાન્ઝાનિયા કહ્યું અને ચંદ્ર પ્રકાશે 1 કરોડ રૂપિયા જીત્યા.


7 કરોડના જેકપોટનો સવાલ?


'1587માં ઉત્તર અમેરિકામાં અંગ્રેજ માતાપિતાને પ્રથમ બાળક કોણ જન્મ્યું?' તેના વિકલ્પો હતા- વર્જિનિયા ડેર, વર્જિનિયા હોલ, વર્જિનિયા કોફી, વર્જિનિયા સિંક. ચંદ્ર પ્રકાશને આ સવાલના જવાબનો કોઈ ખ્યાલ નહોતો અને પછી હારના ડરથી તેણે રમત છોડી દીધી. પછી બિગ બીએ ચંદ્ર પ્રકાશને પૂછ્યું કે જો તે આનો જવાબ આપે તો શું થશે. ચંદ્રાનો જવાબ વર્જીનિયા ડેર હતો, જે સાચો નીકળ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application