શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે ગંગાજળના પાન કરી આવકાર્યા
જગદગુરુ શંકરાચાર્યજીની હાજરીમાં આદિવાસી અને વનવાસી સમુદાયના 68 પરિવારોના 200 લોકો તેમના મૂળ ધર્મમાં પાછા ફર્યા છે.
પરમ પૂજ્ય પશ્ચિમામનાય દ્વારકાધીશ શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાંનિધ્યમાં આયોજિત 56મી નિશુલ્ક ચિકિત્સા શિબિરમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના દૂર આદિવાસી ક્ષેત્રોમાં રહેવાવાળા આદિવાસી જનજાતિ સમુદાયના 68 પરિવાર ના 200 લોકોએ સ્વધર્મમાં વાપસી કરી છે.
આ આદિવાસી લોકોએ અમુક સંજોગોમાં ભૂલથી ભટકી જઈને ધર્માંતરણના કુચક્રમાં ફસાયને સનાતન ધર્મનો ત્યાગ કરી દીધો હતો. તે લોકોએ આજ પૂજ્યપાદ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના હાથોથી ગંગાજલનું પાન કરી તેમજ શ્રી રામ નામનું વાંચન કરીને પુનઃ સનાતન ધર્મમાં ઘર વાપસી કરી છે.
આ પ્રસંગે પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે સનાતન ધર્મનું મહત્વ અને તેને ઉજાગર કરતા કહ્યું હતું કે, સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ... મુજબ પાછળના ઘણા દિવસોમાં પૂજ્યપાદ શંકરાચાર્યજીએ આ જિલ્લાના ઘણા આદિવાસી ગામોમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત ધર્મ સંચાર સભાઓને સંબોધી જેમાં આદિવાસી જનજાતિ સમુદાયમાં સનાતન ધર્મ ને લઈને જાગૃતિ થઈ છે અને લોકો ધર્માંતરણના કુચક્રને સમજીને પોતાની જ મતી-બુદ્ધિથી પોતાના સ્વધર્મ તરફ વળી રહ્યા છે.
આ કાર્યક્રમમાં વિશ્વ કલ્યાણ આશ્રમના નવનિયુક્ત પ્રભારી બ્રહ્મચારી વિશ્વાનંદજી, આધ્યાત્મિક ઉત્થાન મંડળના બધા જ સદસ્ય એવમ ઇન્દ્રજીત માલિક, શિવપ્રસાદ સિંહદેવ, રોબી લકડાએ ખૂબ જ પરિશ્રમથી આ આયોજનને સફળ કરાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશનિ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિના લોકોને સોનાનો સૂરજ ઊગશે, સૌથી વધુ ફાયદો થશે
March 29, 2025 01:39 PMજામનગરમાં રાજપૂત કરણી સેનાએ સાંસદની વિવાદિત ટિપ્પણીનો કર્યો વિરોધ
March 29, 2025 01:28 PMજામનગર: આજે શનિ અમાવસ્યા...શનિ મંદિરે ભક્તોની ભારે ભીડ
March 29, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech