શહેરમાં કેરીના ૯ વિક્રેતાઓ પાસેથી અખાદ્ય ૬૬૦ કિલો કેરીનો કરાયો નાશ

  • June 27, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલાક સ્થળોએ અખાદ્ય ખોરાક નાશ કરી નમૂના લેબમાં મોકલાયા

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાં માંથી  કુલ ૦૮ જેટલા ખાદ્ય પદાર્થ સર્વેલન્સના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતાં, જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવે ત્યારબાદ આગળની -૨૦૦૬ તથા નિયમો-૨૦૧૧ હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ અલગ-અલગ વિસ્તાર આવેલમાં  ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. એ રુબરુ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, ખાદ્ય સામગ્રીમાં લેબલ પ્રોવિઝનનું પાલન કરવા, વાસી ખોરાક ન રાખવો તેમજ ફ્રીઝની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, રસોડાની યોગ્ય સફાઈ કરવી વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા.
જેમાં એસ.કે.રેસ્ટોરન્ટ-નાગનાથ ગેઈટ, આદર્શ વસ્તુ ભંડાર-સ્વામિનારાયણ નગર, સુરેશ ફરસાણ  સ્વીટ-નાગનાથ ગેઈટ, ફોજી પંજાબી ઢાબા-જુના રેલ્વે સ્ટેશન, જુલેલાલ સ્વીટ નમકીન, ન્યુ ઇન્ડિયા સ્વીટ માર્ટ, શિવ શક્તિ નાસ્તા ભુવન, અમરદીપ હોટલ, આશનદાસ સ્વીટ માર્ટ-ત્રણબતી, કમલેશભાઈ માવાવાળા-ટાઉન હોલ, કિસ્મત રેસ્ટોરન્ટ-જુના રેલ્વે સ્ટેશન, ભાગ્યોદય રાજપુતાના લોઝ-ત્રણબતી તેમજ નાગનાથ ગેઈટ પાસે  આવેલ એસ.કે.રેસ્ટોરન્ટમાં જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન ૧ કિલો ઝીંગા અને ૧.૫ કિલો દાળ વાસી અને અખાદ્ય જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન દરમિયાન હનીફભાઈ ઇસ્મૈલભાઈ શેખ, આશીફ કાદર ફૂલવાલા-૫૦ કિલો, અખ્તર લાકડાવારા-૧૦૦ કિલો, ઈરફાન ખંભાળિયા વારા -૨૦૦ કિલો, સલીમ હુસેન મીરચી-૨૦  કિલો, યુસુફ સીદીક ધાણીવાલા-૮૦ કિલો, હારૂન શેરાવારા -૪૦ કિલો, સુફિયાન ચીકી-૭૦ કિલો, યુસુફભાઈ લાલપરીયા-૧૦૦ કિલો ઉપરોક્ત એફ.બી.ઓ.પાસે થી સડેલી/બગડેલી કેરી મળી આવતા સ્થળ પર નાશ કરાવેલ છે. આ કાર્યવાહી ડીએમસી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફુડ ઇન્સ્પેકટર નિલેશ જાશોલીયા અને ડી.બી. પરમારે કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application