દેશમાં ફેટી લિવર રોગથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ફેટી લીવર એ એક અલગ સમસ્યા નથી પરંતુ તે અન્ય ઘણી ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (એનએએફએલડી ) દેશની વસ્તીમાં એક મોટી સ્વાસ્થ્ય ચિંતા તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે ભારતમાં 66 ટકા લોકોના મોતનું એનએએફએલડી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે એનએએફએલડી મેટાબોલિક ડિસઓર્ડર જેમ કે સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેમણે કહ્યું કે ભારતે આ રોગને એક મોટા બિનચેપી રોગ તરીકે ઓળખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આરોગ્ય સચિવે નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગની સારવાર માટે સુધારેલી ઓપરેશનલ માર્ગદર્શિકા અને તાલીમ માર્ગદર્શિકા બહાર પાડી. આરોગ્ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકાનો હેતુ દર્દીની સંભાળ અને પરિણામોને સુધારવાનો છે.
દેશમાં 66 ટકાથી વધુ મૃત્યુ બિનચેપી રોગોને કારણે થાય છે. આ રોગો તમાકુના ઉપયોગ (ધૂમ્રપાન અને બિન-ધુમ્રપાન), દારૂ પીવાની, ખરાબ આહારની આદતો, કસરતનો અભાવ અને વાયુ પ્રદૂષણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એ એક રોગ છે જેમાં લિવરમાં ખૂબ ચરબી જમા થાય છે. જો કે આ રોગ તમામ ઉંમરના લોકોને અસર કરે છે, પરંતુ વજનવાળા લોકોમાં જોખમ વધારે છે. આરોગ્ય સચિવે કહ્યું કે આરોગ્ય મંત્રાલયે આ રોગનો સામનો કરવા માટે આ પહેલ કરી છે જેથી પીડિતોને સારી સારવાર મળી શકે.
સુધારેલી માર્ગદર્શિકા કોમ્યુનિટી હેલ્થ વર્કર્સથી લઈને મેડિકલ ઓફિસર્સ સુધીના તમામ સ્તરે એક માળખું પૂરું પાડશે. જીવનશૈલીમાં બદલાવ લાવી આ રોગથી બચી શકાય છે. આરોગ્ય મંત્રાલયના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર પુણ્ય સલીલા શ્રીવાસ્તવે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા પાયાના સ્તરે કામ કરતા આરોગ્ય કર્મચારીઓ સુધી પહોંચાડવાની જરૂર છે જેથી તેઓ લોકોને જાગૃત કરી શકે. આ રોગને વહેલી તકે શોધી શકાય છે અને સારવાર શરૂ કરી શકાય છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીયરી સાયન્સના નિયામક ડો.એસ.કે. સરીને કહ્યું કે આરોગ્ય મંત્રાલયની આ પહેલ લીવર સંબંધિત રોગોને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જેના પરિણામો આગામી થોડા વર્ષોમાં દેખાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMવિરાટ કોહલી પછી અનુષ્કા શર્માએ પણ આર અશ્વિનની નિવૃત્તિ બાદ એક ખૂબ જ સુંદર નોટ અને વીડિયો શેર કર્યો
December 19, 2024 04:54 PM2025માં ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજાની બોલિવુડમાં એન્ટ્રી, આ ફિલ્મ સાથે મચાવશે ધૂમ!
December 19, 2024 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech