ગીરસોમનાથ જિલ્લામાં વાવાઝોડાથી ૬૫૩ વીજપોલ પડી જતાં અનેક ગામોમાં અંધારપટ

  • June 16, 2023 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિપરજોય વાવાઝોડા અને  વરસાદની આગાહીને  પગલે જિલ્લામાં પવન અને વરસાદથી  વીજ વિક્ષેપ પડે તો તેના વહેલી તકે નિરાકારણ માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના ગીર સોમનાથ પીજીવીસીએલ  સતત  કાર્યરત છે.તા.૧૨ જુનથી  અત્યાર સુધીમાં જિલ્લામાં વીજવિક્ષેપની ૪૯૦૦થી વધુ વીજ ફરિયાદોનુ નિરાકરણ કરીને વિજ પુરવઠો પૂર્વવત કરાયો છે.તેમજ જિલ્લામાં વીજવિક્ષેપની ફરિયાદો પર  તાત્કાલીક  નિરાકરણ આવે તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે. ૬૫૩ જેટલા વીજપોલ જમીન દોસ્ત થયા હતાં.
​​​​​​​
જિલ્લામાં બિપરજોય વાવાઝોડા અને તે દરમિયાન વરસાદની આગાહીના પગલે પવન અને વરસાદ પડવાના કારણે જિલ્લામાં તા.૧૨જુનથી અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાઓએ   વિવિધ કારણોસર  વીજ વિક્ષેપ થયો હતો  વીજ વિક્ષેપના નિરાકારણ માટે વેરાવળ વિભાગીય દ્વારા વિવિધ વિસ્તારમાં ૩૧૦૦ થી  વધુ  વિજપુરવઠાને લગતી ફરીયાદનુ નિરાકરણ કરીને વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો.અને વિભાગીય કચેરીના વિસ્તારમાં ૯૨ વિજપોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ઊના વિભાગીય વિસ્તારમાં ૧૭૫૦ થી વધુ વિવિધ જગ્યાઓએ વીજ વિક્ષેપની ફરીયાદોનુ નિરાકારણ કરીને વીજ પુરવઠો  કાર્યરત કરાયો હતો. તેમજ ઉના વિભાગીય  કચેરીના વિસ્તારમાં  અલગ અલગ જગ્યાઓએ ૪૪ વિજપોલ ઊભા કરાયા અને  વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે વીજ સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લામાં ૭૦થી વધુ ટીમો કાર્યરત રહીને વીજવિક્ષેપનુ નિરાકરણ કરીને વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં પીજીવીસીએલ કચેરી દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને વીજવિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય તે માટે વેરાવળ અને ઉના વિભાગીય  કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓના કંટ્રોલરૂમ પણ કાર્યરત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application