૧૭ જિલ્લાના ૬૩ શિક્ષકો લાંબી રજા પર તો ૩૧ અનઅધિકૃત રીતે ગેરહાજર

  • August 13, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયની શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરીને લઈને સરકારે વિશેષ અભિયાન શ કયુ છે ભૂતિયા ડમી શિક્ષકોની ફરિયાદના પગલે શિક્ષણ વિભાગ દ્રારા રાયના ડી ઇ ઓ અને ડીપીઓ પાસે લાંબા સમયથી રજા પર હોય તેવા શિક્ષકોની યાદી મંગાવવામાં આવી હતી જેમાં ૧૭ જિલ્લ ાના ૬૩ શિક્ષકો લાંબી રજા પર હોવાનું ખુલ્યું છે ૩૧ શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર હોવાનું બહાર આવ્યું છે આ તમામ શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગ તૈયાર છે આગામી ગણતરીના દિવસોમાં તમામ શિક્ષકોને ફરજ મોકુફી સુધીના પગલાં લેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.
રાયના ૧૭ જિલ્લ ામાં ૩૧ શિક્ષકો તંત્રની મંજૂરી લીધા વિના બિનઅધિકૃત રીતે ૨જા ઉપર છે .જે શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે. આવા જે શિક્ષકો છે તેમને કોઇ પણ પ્રકારની તક આપવામાં આવશે નહીં હોવાનો દાવો રાય શિક્ષણ મંત્રી પ્રફુલ્લપાનસેરિયાએ કર્યેા છે. જેમણે નિયમભગં કર્યેા છે તેમની સામે સરકાર દ્રારા કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર મામલે કડક તપાસની સૂચના આપી અને પગલાં લેવા જણાવ્યુ છે.હાલ લાંબી રજા પર છે. ૩૧ શિક્ષકો વિદેશ ગયા છે. હવે શિક્ષણ વિભાગ દ્રારા તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. જોકે, રાયના ઘણા શિક્ષકો સત્તાવાર રીતે રજા મૂકીને પણ ગયા છે.
તાજેતરમાં અંબાજી ખાતે ભાવનાબેન નામના શિક્ષિકા પાન્છા પ્રાથમિક શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો હતો. છેલ્લ ા ૮ વર્ષથી ભાવનાબેન વિદેશમાં રહે છે, તેઓ સતત ગેરહાજર રહ્યા હોવા છતાં સ્કૂલમાંથી રાજીનામુ મૂકયું ન હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા રાયના શિક્ષણ વિભાગ દ્રારા તમામ જિલ્લ ામાંથી સતત ૯૦ દિવસ કરતા વધુ સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકોની યાદી મંગાવવામાં આવી હતી. આ યાદી શિક્ષણ વિભાગને મળી જાય તે રીતે મોકલવા માટે સૂચના અપાઈ હતી. જેમાં મોટાભાગના જિલ્લ ાઓની યાદી વિભાગને મળી હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application