રાજકોટમાં એટલાન્ટિસ્ટ અગ્નિકાંડ બાદ અત્યારસુધીમાં 628 રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ કર્યું, 542 બિલ્ડિંગમાં આવી ત્રુટીઓ જોવા મળી

  • March 27, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ધૂળેટીના દિવસે એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં ભીષણ આગ હતી. જેમાં ત્રણ લોકો ભડથું થઈ ગયા હતા. આ ઘટના બાદ મનપા તંત્ર સફાળુ જાગ્યું અને અત્યારસુધીમાં 628 રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ કર્યુ હોવાનું મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણિયાએ જણાવ્યું છે. ​​​​​​​


542 બિલ્ડિંગોમાં અલગ અલગ ત્રુટીઓ મામલે નોટિસ ફટકારવામાં આવી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી તે અન્ય જગ્યાએ ન રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. છેલ્લા દસ વર્ષથી ફાયર એનઓસી એટલાન્ટિસ બિલ્ડિંગમાં રિન્યુ કરાયું નહોતું જેની પણ તપાસ હાથ ધરાઈ છે. એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ બાદ ફરી 628 રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ કરવામાં આવ્યું છે.
જ્યારે 542 બિલ્ડિંગોમાં અલગ અલગ ત્રુટીઓ મામલે નોટિસ ફટકારવામાં આવી છે. 


આ ત્રુટીઓ જોવા મળી
ફાયર એનઓસી, ફાયર એનઓસી ન હોવી, ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ન હોવા સહિતની ત્રુટીઓ જોવા મળી હતી. ફાયર સેફ્ટીના સાધનો બરાબર કામ કરે છે કે નહીં તે તમામ બાબતો એ ચેકિંગ કરવામાં આવ્યું છે. જોકે હાલમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની અછતને લઈને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં કર્મચારીઓની જગ્યા ભરાઈ જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application