રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ નાગરિકો આગમાં ભડથુ થઈને કરૂણ મોતને ભેટતા રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્રારા ૧૮ વોર્ડમાં ૧૮ ટીમ મારફતે પબ્લીક ગેધરીંગ પ્લેસની વ્યાખ્યામાં આવતા સંકુલો અને મિલકતોમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમીશન અંગેનું ચેકીંગ કરીને હાલ સુધીમાં ૬૦૦થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી દ્રારા પણ તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં સઘન ચેકીંગ અને સીલીંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં અગાઉ હોટેલો સહિતની ૩૩ મિલકતો સીલ કર્યા બાદ તાજેતરમાં મોટેલ ધી વિલેજ રીસોર્ટ અને વીવીપી એન્જીનીયરીંગ કોલેજ સહિતની વધુ ૬૨ મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની કચેરીની ટાઉન પ્લાનીંગ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ચોકીઢાણી રીસોર્ટ, હોટેલટીજીએમ, હોટેલ શિવશકિત, ગાર્ડન અનંતા રીસોર્ટ સહિતની કુલ ૩૩ મિલકતો સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં વધુ ૬૨ મિલકતો સીલ કરાઈ છે. જેમાં કાલાવડ રોડની ભાગોળેનું મોટેલ ધી વિલેજ રીસોર્ટ, વીવીપી એન્જીનીયરીંગ કોલેજ, ઈપ્સા આર્કીટેકચર કોલેજ, હોટેલ સુગર સ્પાઈસીસ, હોટેલ ફોનીકસ, ગરૈયા કોલેજ, કામદાર કોલેજ, ગંગોત્રી સ્કૂલ, સહજાનદં હોટેલ અને ક્રિષ્ના હોસ્પિટલ સહિતની મિલકતો અને સંકુલોનું ચેકીંગ કરતા ત્યાં આગળ ફાયર સેફટીના સાધનોની સ્થિતિ તેમજ ફાયર એનઓસી સહિતની બાબતો સંતોષકારક નહીં જણાતા આ તમામ મિલકતો અને સંકુલોને સીલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે આ લખાય છે ત્યારે પણ સીલીંગની કાર્યવાહી ચાલુ છે અને આગામી દિવસોમાં પણ લગાતાર સીલીંગ ઝુંબેશ ચાલુ રહેશે.
ટીપી બ્રાંચના સુત્રોએ ઉમેયુ હતું કે, પબ્લીક ગેધરીંગ પ્લેસની વ્યાખ્યામાં આવતી હોય તેવી તમામ મિલકતોમાં ફાયર એનઓસી અને બીયુ પરમીશનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ઓથોરીટીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારો જેમાં મુખ્યત્વે શહેરની ભાગોળેના વિસ્તારોમાં લગાતાર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે હોટેલો, રીસોર્ટ, રેસ્ટોરન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, ટયુશન કલાસીસ, મોલ, શોપીંગ કોમ્પલેકસ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરીયમ, સીનેમા હોલ અને વોટર પાર્ક સહિતના સ્થળોએ સીલીંગ કરવામાં આવી રહ્યું છે. કાલાવડ રોડ, જામનગર રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, ગોંડલ રોડ, ન્યુ ૧૫૦ ફત્પટ રીંગરોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં છ ટીમ દ્રારા ચેકીંગ ચાલી રહ્યું છે અને જરૂર પડયે વધુ ટીમ મેદાને ઉતારવામાં આવશે.
રૂડાના સંકુલોનું ફાયર એનઓસી લેવા કોર્પેારેશન જવાનું
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી હેઠળના વિસ્તારોમાં ફાયર એનઓસી મામલે કરાયેલા ચેકીંગ અંતર્ગત જે મિલકતો સીલ કરાઈ છે તે મિલકતો અને સંકુલોમાં અમુક પાસે ફાયર એનઓસી છેજ નહીં તો અમુકના ફાયર એનઓસી રીન્યુ નથી. અમુક પાસે ફાયર સેફટીની સુવિધાઓ અને સાધનો છે પરંતુ તે કાર્યક્ષમ નથી. જયારે અમુક મિલકતો અને સંકુલોમાં ૨૦૨૩ના લેટેસ્ટ રૂલ્સ અનુસારની ફાયર સેફટી નથી આ સહિતના કારણોસર મિલકતો સીલ થઈ છે. રૂડા વિસ્તારમાં થયેલી મિલકતોનું સીલ ખોલાવવા માટે આજ દીન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. રૂડા વિસ્તારની મિલકતોનું ફાયર એનઓસી પણ રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનની ફાયર બ્રિગેડ શાખામાંથી જ નીકળતું હોય રૂડા વિસ્તારના અરજદારોએ પણ મહાપાલિકામાં ધસારો કર્યેા છે.
રૂડામાં અરજદારોનો ધસારો શરૂ, સ્ટાફ નથી
મિલકતોના સીલ ખોલાવવા માટે તેના માલીકો અને સંચાલકો દોડધામ કરી રહ્યા છે. અરજદારોએ એવું જણાવ્યું હતું કે, રૂડા કચેરીમાં કોઈ જવાબદાર હાજર હોતું નથી અને સીલ ખોલવા માટે શું પ્રક્રિયા કરવાની તેનો પણ કોઈ જવાબ આપતું નથી. નવું ફાયર એનઓસી મેળવવું હોય કે રીન્યુ કરાવવું હોય તો તેના માટે શું કરવાનું ? તેનું પણ કોઈ માર્ગદર્શન આપતું નથી. કચેરી ખુલવાનો સમય સવારે ૧૦ વાગ્યાનો છે પરંતુ ૧૧ વાગ્યા સુધી કોઈ હોતું નથી અને ૧૧ થી ૧૨ મીટીંગોનો દોર ચાલતો હોય છે આથી સાહેબો સામાન્ય અરજદારોને મળતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech