લીલિયા, સાવરકુંડલા સાડા ત્રણ ઇંચ સહિત 62 તાલુકામાં મેઘરાજાની મહેર

  • July 16, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાની ચાલુ સિઝનમાં વચમાં એક દિવસ રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડ્યા બાદ ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસતા આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન લીલીયા, સાવરકુંડલા પંથકમાં ત્રણ થી સાડા ત્રણ, ગોંડલ, મેંદરડા, ગારીયાધાર અમરેલી, વિસાવદર, જેસર, લખતર અંજારમાં બે થી અઢી ઇંચ અને જાફરાબાદ, લીંબડી, વઢવાણ, જામકંડોરણા, કેશોદ, જુનાગઢ, વંથલી તળાજા, મહુવા, મુન્દ્રા, ભુજ, ગાંધીધામ અને કોડીનાર પંથકમાં એકથી પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો હતો.
હાલની વરસાદની મોસમમાં બીજા તબક્કાના વરસાદમાં સંતોષજનક મેઘવષર્િ થઈ રહ્યું હોય તેમ વચમાં એક દિવસ રવિવારે વિરામ રાખ્યા બાદ ગઈકાલથી આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના 62 તાલુકાઓ ઉપર મેઘરાજાએ કૃપા વરસાવી છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં લીલીયા સાવરકુંડલા ત્રણ થી સાડા ત્રણ ઇંચ અમરેલી શહેર કઢી ત્યારે જાફરાબાદ થાળી બગસરા રાજુલા ખાંભા કુકાવવા વડીયા પંથકમાં અડધોથી સવા ઇંચ વરસાદ વરસી જવા પામ્યો છે, બાબરા પંથકમાં ઝાપટા વરસ્યા છે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં અઢી બીજ જામકરોળમાં એક ઇંચ જ્યારે જેતપુર કોટડા સાંગાણી ઉપલેટા લોધીકા પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
જુનાગઢ જિલ્લામાં મેંદરડા વિસાવદરમાં અઢી ઇંચ જ્યારે કેશોદ જુનાગઢ ગ્રામ્ય વંથલી ભેસાણ શહિદના વિસ્તારોમાં અડધાથી માંડીને એક ઇંચ, માળિયા હાટીના માણાવદર માંગરોળ પંથકમાં ઝાપટા પડ્યા હતા.
ભાવનગરના ગારિયાધાર જેસરંથકમાં બે થી અઢી ઇંચ, તળાજા મહુવા પંથકમાં એક થી દોઢ ઇંચ, પાલીતાણા ઘોઘા વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં બે ઇંચ, જ્યારે લીંબડી વઢવાણ ચુડા પંથકમાં પોણોથી દોઢ ઇંચ અને થાનગઢ સાયલા મુળી ધ્રાંગધ્રા પંથકમાં ઝાપટા નોંધાયા છે.
કચ્છ જિલ્લામાં અંજાર બેંક મુન્દ્રા ભુજ ગાંધીધામ માં દોઢથી પોણા બેની છે તેમજ નખત્રાણા માંડવી અબડાસા રાપર પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારમાં એક જ્યારે તાલાલા ઉના સુત્રાપાડા વેરાવળ પાટણ પંથકમાં ઝાપટા થી અડધા સુધીનો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવડ મોરબીના હળવદમાં પોણો ઇંચ, બોટાદ રાણપુર પોરબંદર કુતિયાણા જામનગરના કાલાવડ જોડીયા પંથકમાં ઝાપટા વરસ્યા છે. એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના 90 તાલુકામાંથી 62 કલાક તાલુકામાં વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application