પ્રથમ પત્નીથી તલાક બાદ આધ્યાત્મિક પ્રેરણા લઇ કર્યાં 88 લગ્ન, હજુ વધુ લગ્ન માટે તૈયાર 61 વર્ષીય ખેડૂત

  • January 03, 2023 01:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડોનેશિયાનો એક 61 વર્ષીય વ્યક્તિ 88મી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. કાન નામના ખેડૂત 88મી વખત લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તેને ‘પ્લેબોય કિંગ’નું નામ આપવામાં આવ્યું છે. કાન મજલેન્કા, પશ્ચિમ જાવા, ઇન્ડોનેશિયામાં રહે છે. તેણે કહ્યું કે તે લગ્ન કર્યા વિના રહી શકતો નથી. તે પોતાની 86મી પત્ની સાથે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું કે અમને અલગ થયાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ અમારી વચ્ચેનો પ્રેમ હજુ પણ મજબૂત છે. 61 વર્ષીય કાને જણાવ્યું હતું કે તેમના 86મા લગ્નને માત્ર એક મહિનો જ ચાલ્યો હોવા છતાં પણ તે મહિલા હજુ પણ તેના પ્રેમમાં પાગલ છે અને તે તેને તેની પાસે પાછા ફરવાની ના પાડી શકે તેમ નથી.
​​​​​​​

ઈન્ડોનેશિયાના ખેડૂત કાને જણાવ્યું કે, જ્યારે તે માત્ર 14 વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ વખત લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની તેના કરતા બે વર્ષ મોટી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, કાનના ખરાબ વલણને કારણે તેની પ્રથમ પત્નીએ લગ્નના બે વર્ષ બાદ જ છૂટાછેડા માંગ્યા હતા. તેના પહેલા લગ્નમાં છૂટાછેડા લીધા પછી, કાને મહિલાઓને ખૂશ રાખવા માટે આધ્યાત્મિક મદદ લીધી હતી અને પોતાના સ્વભાવમાં સુધારો કર્યો હતો.

પ્રથમ છૂટાછેડા લીધા પછી, કાન ઉર્ફે 'પ્લેબોય કિંગ' એ નક્કી કર્યું કે તે કોઈ પણ સ્ત્રી સાથે એવું કામ કરવા માંગતો નથી જે તેના માટે સારું ન હોય. ખેડૂતે આગળ કહ્યું કે, 'કોઈની સાથે ખોટું કરવા કરતાં લગ્ન કરવું વધુ સારું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી કે કાનને 87 લગ્નોમાંથી કેટલા બાળકો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application