રાય સરકારના નાણા વિભાગે જૂની પેન્શન યોજના અંગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યેા છે. જૂની પેન્શન યોજનાના ઠરાવમાં ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલા પસંદગી પામેલા અને ફિકસ પેમાં રહેલા કર્મચારીઓને તેનો લાભ મળશે. ગુજરાત સરકારે દિવાળી પહેલા કરેલી જાહેરાત મુજબ ૧–૪–૨૦૦૪ પહેલા ફિકસ વેતન હેઠળ નિયુકત થયેલા અને આ તારીખ બાદ નિયમિત થયેલા સરકારી સેવકોને જૂની પેન્શન યોજના હેઠળ સમાવેશ કર્યા છે.
નાણાં વિભાગે કાલે ઠરાવ પ્રસિદ્ધ કરીને તેના અધિકૃત અમલની જાહેરાત કરી છે. આ નિર્ણયથી અંદાજે ૬૦ હજારથી વધુ સરકારી, અનુદાનિત સંસ્થાઓના અધિકારી– કર્મચારીઓને નિવૃત્તિ બાદ પેન્શન મળશે.
નાણાં વિભાગના નાયબ સચિવ ભાવિતા રાઠોડની સહીથી પ્રસિદ્ધ ઠરાવમાં સરકારે ૧લી એપ્રિલ ૨૦૦૪ પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય પરંતુ, વહિવટી કારણોસર નિમણૂંક ૧લી એપ્રિલ ૨૦૦૪ પછી થઈ હોય તેમને પણ ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ આપવાનું ઠેરવ્યુ છે.
માન્ય ભરતી બોર્ડ મારફતે સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ દ્રારા (લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ, પરિણામની જાહેરાત) પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય અથવા રાયમાં વિવિધ વિભાગોની ફિકસ પગાર નીતિ હેઠળ સરકારી, માન્યતા પ્રા બિન સરકારી અનુદાનિત સંસ્થામાં સક્ષમ કક્ષાએથી મંજૂર થયેલ જગ્યાઓ પર માન્યતા પ્રા ભરતી પ્રક્રિયા મારફતે ૧લી એપ્રિલ ૨૦૦૫ પૂર્વે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોય તેવા કેસોમાં પણ ઓલ્ડ પેન્શન સ્કીમ નો લાભ મળશે. જેમા ૧–૪–૦૫ પહેલા પરિણામ જાહેર થયુ હોય પરંતુ વહીવટી કે કોર્ટ કેસ પડતર હોવાથી નિમણૂંક પછીથી મળી હોય તે તમામને સમાવી લેવાનો નિર્ણય રાય સરકાર દ્રારા કરવામાં આવ્યો છે.
રાય સરકારના કર્મચારીઓ જેવા કે શિક્ષણ, આરોગ્ય અને પંયાચત વિભાગમાં ફરજ બજાવતા ૬૦,૨૪૫ કર્મચારીને આ જૂની પેન્શન યોજનાનો ફાયદો થનાવો છે. જોકે વર્ષ ૨૦૦૫ પછી ફિકસ પગારમાં નોકરીએ જોડાયા હોચ અને સીપીએફ યોજના સ્વીકારનારા કર્મચારીઓને આ યોજનાનો કોઈ લાભ મળવાનો નથી. આ યોજના ૨૦૦૫ પહેલા લાગેલા કર્મચારીઓ માટે જ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMલાઈટ હાઉસમાં જમાદારના પુત્ર સહિત ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કર્યા
November 25, 2024 03:34 PMગુજરાતના ૧૨ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર ૧૫ દિવસમાં ૭૧ લાખ સહેલાણીઓ આવ્યા
November 25, 2024 03:31 PMદોઢ લાખના ભાડે ટ્રકમાં બાડમેરથી ૨૩ લાખનો વિદેશી દારૂ ભરીને રાજકોટ લાવતા બેલડી પકડાઇ
November 25, 2024 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech