પાછલા વર્ષોની સરખામણીમાં તાજેતરના મહિનાઓમાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ઉદ્યોગપતિઓને આપવામાં આવતા વિઝામાં 60 ટકાનો વધારો થયો છે. અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર 20 હજાર ડૉલર સુધી પહોંચી ગયો છે અને નજીકના ભવિષ્યમાં 50 હજાર ડૉલર સુધી પહોંચવાની શક્યતા છે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ આ વાત કહી.
તેઓ મંગળવારે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે યુ.એસ.માં તાજેતરમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ લીડર્સ મીટિંગમાં મોટાભાગના સહભાગીઓ ભારતીય હતા, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે. બોઇંગ અને એપલ જેવી કંપનીઓ દ્વારા ભારતમાં કરવામાં આવી રહેલા રોકાણને ટાંકીને તેમણે કહ્યું કે અમેરિકન કંપનીઓએ ભારતમાં 30 લાખથી વધુ લોકોને નોકરીઓ આપી છે.
અહીં લગભગ બે દાયકા બાદ અમેરિકા પોતાના વિદેશી કામદારોને મોટી સુવિધાઓ આપવા જઈ રહ્યું છે. ભારતીય નાગરિકો સહિત અમેરિકામાં કામ કરતા કર્મચારીઓ દેશ છોડ્યા વિના H1-B વિઝા રિન્યુઅલ માટે અરજી કરી શકે છે. આ પ્રક્રિયા હેઠળ 29 જાન્યુઆરીથી આગામી પાંચ સપ્તાહ સુધી વીસ હજાર અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પૈકી, અમેરિકામાં ભારત અને કેનેડાના કોન્સ્યુલેટ દ્વારા જારી કરાયેલ H1B વિઝા લેનારા લોકો જ નવીકરણ માટે અરજી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech