રાજકોટ મહાપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાધુ વાસવાની રોડની માર્વેલસ બેકરીમાં ચેકિંગ કરતા ત્યાંથી એકસપાયરી ડેઇટ વિતાવેલો ૬૦ કિલો બેકરી આઇટેમ્સનો જથ્થો મળતા તેનો સ્થળ ઉપર નાશ કરી નોટિસ ફટકારાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ માર્વેલસ બેકરીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ બેકરી પ્રોડકટસનો જથ્થો એકસપાયરી–પડતર વાસી મળી આવતા કુલ મળીને ૬૦ કિલો બેકરી પ્રોડકટસનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો, તદઉપરાંત પેઢીને સ્થળ ઉપર યોગ્ય હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા ખાધચીજો ઉપરના લેબલ પર ફડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા–૨૦૦૬ના લેબલિંગ પ્રોવિઝન મુજબ વિગતો દર્શાવવા તેમજ પેઢીએ મેળવેલ ફડ રજિસ્ટ્રેશનને બદલે ફડ લાઇસન્સ મેળવવા નોટીસ આપવામાં આવી હતી તેમજ સ્થળ ઉપરથી ડ્રાય ફ્રટ કુકીઝનું સેમ્પલ લેવામાં આવ્યુ હતું.
તેમણે ઉમેયુ હતું કે, પેડક રોડ ઉપર આવેલી રાજ સેન્ડવિચ પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ એકસપાયરી ડેઇટ વીતી ગયેલ ઠંડાપીણાંની બોટલ ૧૦ લિટર તથા વાસી સેન્ડવિચ ૫૦૦ ગ્રામનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી
મવડીથી સ્પીડવેલ સુધીમાં ૧૬ને લાયસન્સ લેવા નોટિસ
મવડી ચોકડીથી બાપસીતારામ સર્કલ તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં (૧) બાલાજી ઘૂઘરા (૨) ખોડલ ડાઈનિંગ હોલ (૩)આશાપુરા કેળા વેફર્સ (૪)સેલવાસ મદ્રાસ કાફે (૫) બાલાજી ચાઇનીઝ પંજાબી (૬) સીતારામ સુપર માર્કેટ (૭)ગિરિરાજ દાળપકવાન (૮)ક્રિષ્ના વડાપાઉં –લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૯) જય અંબે નાસ્તા ગૃહ (૧૦)જય ખોડિયાર બેકરી (૧૧) ડિલાઇટ ફડ પોઈન્ટ (૧૨)ક્રીમ ફ્રેશ નેચરલ આઇસ્ક્રીમ (૧૩) રાની ઓઇલ (૧૪)ઠાકોર સુપર માર્કેટ (૧૫)શિવ ફરસાણ માર્ટ (૧૬)અક્ષર દાળપકવાન શીતનાઓને ફડ લાઇસન્સ મેળવવા નોટિસ અપાઇ હતી
ડ્રાયફ્રુટ કુકીઝ, પનીર ટકાટક સબ્જી, ચીઝ, પેટીસનું સેમ્પલિંગ
(૧) માર્વેલસ ડ્રાયફ્રટ કુકીઝ (૨૦૦ ગ્રામ પેકિંગ)નું સેમ્પલ સ્થળ–માર્વેલસ બેકરી, રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતેથી
(૨) ક્રોપીનો ક્રીમી ચીઝ બ્લેન્ડ (૧ કિલો પેકિંગ પાઉચ)નું સેમ્પલ સ્થળ– બર્ગેરીટો ફાસ્ટ ફડ, શોપ નં.૧, ગ્રાઉન્ડ લોર, માધવ વાટિકા, સોજીત્રા નગર, રૈયા રોડ, રાજકોટ ખાતેથી
(૩) પનીર ટકાટક સબ્જી પ્રિપેર્ડ લુઝનું સેમ્પલ સ્થળ– અંજલી રેસ્ટોરન્ટ, શોપ નં.જી–૨૮, સદગુ તીર્થધામ, રૈયા રોડ, રાજકોટ ખાતેથી
(૪) ફરાળી પેટીસ લુઝનું સેમ્પલ સ્થળ– જલારામ નમકીન, તુલસી બાગ સામે, ગુણાતીત મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું
કેનોલી, ટીજીબી, ઝેપોલી સહિત ૨૩ સ્થળે ચેકિંગ
મવડી ચોકડીથી બાપા સીતારામ ચોકડી થઇ સ્પીડવેલ પાર્ટી પ્લોટ સુધીના વિસ્તારમાં આવેલ (૧)ખોડિયાર ડાઈનીંગ હોલ (૨) ટુડે આઇસક્રીમ (૩) સુરતી ખમણ (૪) મુરલીધર ડેરી ફાર્મ (૫) રઘુવીર ભજીયા (૬)શ્રી ઘૂઘરા (૭)જેપી સોડા (૮) બાપા સીતારામ ઘૂઘરા (૯) જીજીએમ સ્વીટ એન્ડ નમકીન (૧૦) જે કે ગાંઠિયા (૧૧) કેનોલી બેકરી (૧૨) બંગાલી સ્વીટ (૧૩ )પ્રભુ કેક શોપ (૧૪)પટેલ સ્વીટ એન્ડ ડેરી ફાર્મ (૧૫) ટીજીબી કાફે એન બેકર્સ (૧૬) ક્રિષ્ના માવા કેન્ડી (૧૭) સંતુષ્ટ્રિ શેક (૧૮) ઝેપોલી બેકર્સ (૧૯)ક્રીમઝેન ડેઝટર્સ એન્ડ સ્નેકસ (૨૦) ચપલા ડ્રાયફ્રટ એન્ડ ચોકલેટ (૨૧) ફ્રેશ ફડ (૨૨)ખુશ્બુ આઇસ્ક્રીમ અને (૨૩)ધ ઓમ રેસ્ટોરેન્ટની ચકાસણી કરી સેમ્પલિંગ કરાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech