માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ૬ બેઠક બિનહરીફ: બે માટે ૭ ઉમેદવાર

  • September 11, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં જુદા જુદા વિભાગોની આગામી તારીખ ૨૪ ના રોજ યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થયા પછી ગઈકાલે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. અલગ અલગ વિભાગની છ બેઠકો બિનહરીફ થઈ છે અને અન્ય બે વિભાગની બે બેઠક માટે કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે.
માધ્યમિક શિક્ષણ બોર્ડની આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર્રમાંથી બી.એડ કોલેજોના પ્રિન્સિપાલ વિભાગમાંથી રાજકોટની આઇએલટીબી બીએડ કોલેજના ડોકટર નીદત પ્રભુદાસભાઈ બારોટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બાકીની બે વિભાગોની જે ચૂંટણી યોજવાની છે જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિભાગમાં શિક્ષકોના વિભાગમાં ભુજના જાડેજા દિવ્યરાજસિહ મહાવીરસિંહ, બોટાદ જિલ્લાના નાગલપર ગામના જોધાણી રાજેશ જીવણભાઈ અને ભાવનગરના વિજયભાઈ કાળુભાઈ ખટાણા ચૂંટણી લડી રહ્યા છે.
શાળા સંચાલક મંડળના વિભાગની એક બેઠક માટે ત્રણ ઉમેદવાર છે અને તેમાંથી બે તો રાજકોટ શહેર જિલ્લાના છે. બોર્ડના સિનિયર સભ્ય ડોકટર પ્રિયવદન જીવરાજભાઈ કોરાટ અને પરડવા મેહત્પલભાઈ ભાયાલાલ રાજકોટ શહેર જિલ્લાના ઉમેદવારો છે. યારે અમદાવાદના પટેલ જયંતીભાઈ વીરદાસ પણ આ ચૂંટણી લડી રહ્યા છે.
રજીસ્ટર ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વાલી એસોસિયેશનના પ્રમુખ માટેની એક બેઠક માટે અનેક ફોર્મ ભરાયા હતા પરંતુ તમામ ફોર્મ રદ કરવામાં આવતા હવે આ વિભાગમાં ચૂંટણી યોજવામાં આવશે નહીં. ચૂંટણી અધિકારી તરીકે બોર્ડના સચિવ અર્ચના ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application