ભાવનગર શહેરના કુંભારવાડા શાંતિનગરમાં જાહેરમાં જુગારની બાજી માંડી બેઠેલા છ શખ્સોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા. કુંભારવાડા, શાંતીનગર શેરી નં. ૭ માં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં, જગ્યામાં પૈસા-પાના વતી હાથ કાપનોં હાર-જીતનો જુગાર રમી રહેલા છ શખ્સો પાસેથી રોકડ રૂપિયા- ૧૦,૧૨૦ ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર બોરતળાવ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રહે બાતમી મળી હતી કે, કુંભારવાડા, શાંતીનગર શેરી નં. ૭ માં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએ ૬ શખ્સો ગંજીપતાના પાના પૈસા વડે હરજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસે કરેલી રેડ દરમિયાન કિરીટભાઈ રાઘવભાઈ પરમાર (ઉ.વ.૪૮ ધંધો. મજુરી રહે. કુંભારવાડા, મોક્ષમંદીર સામે, મહાદેવ સર્વીસ), હસમુખભાઈ વિનોદભાઈ પરમાર (ઉ.વ. ૩૨ ધંધો, મજુરી ૨ હે. કુંભારવાડા, મોક્ષમંદીર સામે, મહાદેવ સર્વીસ સ્ટેશન), રમેશભાઇ ઉકાભાઈ સુમેરા ઉ.વ. ૪૯ ધંધો. મજુરી રહે. કુંભારવાડા, મોક્ષમંદીર સામે, મહાદેવ સર્વીસ સ્ટેશન), હર્ષદભાઈ જેન્તીભાઈ વાઘેલા (ઉ.વ. ૩૨ ધંધો. મજુરી રહે. કુંભારવાડા, મોક્ષમંદીર સામે, મહાદેવ સર્વીસ સ્ટેશન), વિશાલભાઇ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ. ૨૫ ધંધો. મજુરી રહે. કુંભારવાડા, મોક્શમંદીર સામે, મહાદેવ સર્વીસ સ્ટેશન) અને સંજયભાઇ કલ્યાણભાઈ મકવાણા (ઉ.વ. ૩૬ ધંધો. મજુરી રહે. કુંભારવાડા, મોક્ષમંદીર સામે, મહાદેવ સર્વીસ સ્ટેશન) નામના શખ્સોને જાહેરમાં ખુલ્લી જગ્યા પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોય રોકડ રકમ રૂપિયા ૧૦,૧૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી તમામ મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી બોરતળાવ પોલીસે હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech